Gujarat

જામનગર મનપા ચૂંટણી: ભાજપના ઉમેદવારે પુરાવા રજૂ કરતા ફોર્મ માન્ય, ત્રણ સંતાન મુદ્દે કોંગ્રેસે ઉઠાવ્યો હતો વાંધો

By GS TEAM
13 Apr 20261 min read
TukuTouch Logo
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી વોર્ડ નંબર 7માં શીતલબેન અજયભાઈ વાઘેલાએ ઉમેદવારી કરી છે, જેમની ઉમેદવારી સામે કોંગ્રેસ પાર્ટી દ્વારા વાંધો લેવામાં આવ્યો હતો. જેમાં શીતલબેન વાઘેલાને ત્રણ સંતાનો હોવા મામલે કોંગ્રેસ દ્વારા વાંધો ઉઠાવી તેમનું ઉમેદવારીપત્ર રદ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જો કે, ભાજપના મહિલા ઉમેદવાર સામે કરાયેલા વાંધાને લઈને તંત્રએ પુરાવા ચેક કર્યા બાદ ઉમેદવારી પત્ર માન્ય રાખ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર મનપા ચૂંટણી: ભાજપના ઉમેદવારે પુરાવા રજૂ કરતા ફોર્મ માન્ય, ત્રણ સંતાન મુદ્દે કોંગ્રેસે ઉઠાવ્યો હતો વાંધો

Jamnagar News: જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી વોર્ડ નંબર 7માં શીતલબેન અજયભાઈ વાઘેલાએ ઉમેદવારી કરી છે, જેમની ઉમેદવારી સામે કોંગ્રેસ પાર્ટી દ્વારા વાંધો લેવામાં આવ્યો હતો. જેમાં શીતલબેન વાઘેલાને ત્રણ સંતાનો હોવા મામલે કોંગ્રેસ દ્વારા વાંધો ઉઠાવી તેમનું ઉમેદવારીપત્ર રદ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જો કે, ભાજપના મહિલા ઉમેદવાર સામે કરાયેલા વાંધાને લઈને તંત્રએ પુરાવા ચેક કર્યા બાદ ઉમેદવારી પત્ર માન્ય રાખ્યું છે.

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના વોર્ડ નંબર 7ના મહિલા ઉમેદવાર સામે કોંગ્રેસે કરેલા વાંધાને લઈને ભાજપના ઉમેદવાર દ્વારા યોગ્ય પુરાવાઓ તંત્ર સમક્ષ રજૂ કર્યા હતા. આમ, પુરાવાને ધ્યાનમાં લઈને આખરે તંત્રએ ભાજપના મહિલા ઉમેદવારનું ઉમેદવારીપત્ર માન્ય રાખ્યું હતું. આ રજૂઆત સમયે સાંસદ અને શહેર ભાજપ પ્રમુખ વચ્ચે શાબ્દિક ઉગ્ર ચર્ચા થઈ હતી. 

આ પણ વાંચો:'અહીં કોઈ લોકશાહી જેવું રહ્યું નથી..' થરાદમાં ચૂંટણી ફોર્મની ચકાસણી પ્રક્રિયામાં ભારે હોબાળો

જામનગરમાં જિલ્લા પંચાયતની કચેરીમાં અધિકારી દ્વારા ફોર્મની ચકાસણી કરવામાં આવી રહી હતી, અને બંને પક્ષે વાંધા અને નિવેદનો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસ દ્વારા કરાયેલા વાંધાને  તંત્રએ અમાન્ય ગણાવ્યા હતા.