E Rickshaw Distribution In Dediyapada: નર્મદા જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પાંચ તાલુકાઓમાં 20-20 ઈ રીક્ષા અપાઈ છે. જેનો ખુદ ભાજપ સરકારના સાંસદ મનસુખ વસાવાએ વિરોધ કર્યો છે. આ ઉપરાંત આપ ધારાસભ્ય ચૈતર વસાવા પણ વિરોધ કર્યો છે. બંને નેતાઓ ઈ રીક્ષાના વિતરણ કર્યા વગર પરત ગયા હતા.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, દેડીયાપાડા તાલુકાના 20 જેટલા ગામોને સ્વછતા માટે ઈ રીક્ષા વિતરણ કાર્યક્રમ ભાજપના સાંસદ મનસુખ વસાવા અને ડેડીયાપાડાના આપ ધારાસભ્ય ચૈતર વસાવા સહિત તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા હાજર રહ્યા હતા. પરંતુ આ ઈ રીક્ષાના વિતરણ કાર્યક્રમ નો મોટાપાયે વિરોધ કર્યા હતો.
ઈ રીક્ષાના વિતરણ કાર્યક્રમનો વિરોધ આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે, 'આ ઈ રીક્ષા કે જે એક વર્ષ પણ ન ચાલે અને જેનું 3,10,000નું બીલ મૂકી એજન્સી અને અધિકારીઓએ મલાઈ ખાઈને ઓડકાર લઈ લીધો છે. આ ભ્રષ્ટાચારનું અમારા હાથે વિતરણ કરીએ તો આવતી કાલે અમે હસીને પાત્ર બનીએ એના કરતા આ વિતરણ અમે નહીં કરીએ.' આ ઉપરાંત રીક્ષા લેવાની સરપંચો એ લેવાનો ના પાડતા મામલો ગરમાયો અને તંત્ર દ્વારા આ કાર્યક્રમ મોકૂફ રાખવો પડ્યો હતો.
તેમણે વધુમાં કહ્યું કે, 'સ્વચ્છભારત મિશન અંતર્ગત જિલ્લા ગ્રામવિકાસ એજન્સી દ્વારા આ યોજના હેઠળ ખરીદી થઈ છે. સામાન્ય રીતે જોઈએ તો 1થી 1.50 લાખ રૂપિયામાં ઈ રીક્ષા આવે પણ એજન્સી 3,10 લાખનું બિલ મૂકતા સીધા એક લાખથી વધુ કમાઈ રહ્યા છે. જે ખોટું છે. આદિવાસીઓ ના નામે 20x 5 100 ઈ રીક્ષા આપવામાં આવી છે. જેની કિંમત 3,10 કરોડ થાય એટલે આ નાની યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે. હાલ તો આ ઈ રીક્ષાનું વિતરણમાં એક તરફ ભાજપના નાંદોદના ધારાસભ્ય વિતરણ કરે છે.' બીજી બાજુ ભાજપના સાંસદ મનસુખ વસાવા વિરોધ કરે છે ત્યારે હવે આ એજન્સી પર શુ કાર્યવાહી થાય છે એ જોવું રહ્યું છે.



