Get The App

બિશ્નોઇ ગેંગનો સાગરીત રાજસ્થાનના ઉદેપુરથી ઝડપાયો

કુલ ૧૩ આરોપીઓ સામે ગુનો દાખલ થયો હતો : ૮ ઝડપાયા, પાંચ બાકી

Updated: Jun 9th, 2025

GS TEAM


Google News
Google News
બિશ્નોઇ ગેંગનો સાગરીત રાજસ્થાનના ઉદેપુરથી ઝડપાયો 1 - image

વડોદરા,સમગ્ર રાજ્યમાં દારૃનો સપ્લાય કરનાર  ગેંગના ૧૩ આરોપીઓ  સામે એસ.એમ.સી.એ ગુનો દાખલ કર્યો હતો. આ ગુનામાં સામેલ એક આરોપીને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રાજસ્થાનથી ઝડપી પાડયો છે.

ગુજરાતમાં દારૃ બંધી  હોઇ પાડોશી રાજ્યોના દારૃના કેટલાક ઠેકેદારો સાથે સાંઠગાંઠ કરીને  બિશ્નોઇ ગેંગ દ્વારા સમગ્ર રાજ્યમાં દારૃની હેરાફેરીનું નેટવર્ક ચલાવવામાં આવતું હતું. આ ગેંગના મુખ્ય સૂત્રધાર તરીકે અશોક પુનમારામ બિશ્નોઇ (રહે. સાંગડવા, તા. ચિતલવાના, જિ.ઝાલોર, રાજસ્થાન) તથા નિલેશ ઉર્ફે નિલુ ઉર્ફે ભયજી હરેશભાઇ નાથાણી (રહે. ખોડિયાર નગર, ન્યૂ વી.આઇ.પી. રોડ) સહિત કુલ ૧૩ આરોપીઓ પૈકી ૭ અગાઉ પકડાઇ ગયા છે. જ્યારે મુખ્ય સૂત્રધાર અશોક બિશ્નોઇ સહિત છ આરોપીને પકડવાના બાકી  હતા. તે પૈકી એક આરોપી રવિ નાઉમલ કુકરેજા ( સિન્ધી) (રહે. માધવનગર, સાગર સ્ટુડિયો સામે, આજવા રોડ) ને  એસ.એમ.સી.ની ટીમે રાજસ્થાનના ઉદેપુર શહેરમાં બલીયા ખાતે આવેલા  હર્ષ  પેલેસ હોટલની સામેથી ઝડપી પાડયો છે. 

Tags :