Get The App

ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે લાલ બંગલા સ્થિત પ્રતિમાને મહાનુભાવોના હસ્તે ફૂલહાર

Updated: Apr 14th, 2025

GS TEAM


Google News
Google News
ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે લાલ બંગલા સ્થિત પ્રતિમાને મહાનુભાવોના હસ્તે ફૂલહાર 1 - image


Ambedkar Jayanti 2025 : જામનગર શહેરમાં આજે 14મી એપ્રિલે ભારતના બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી, અને જામનગરના લાલ બંગલા સર્કલમાં આવેલી ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને નગરના રાજકીય અગ્રણીઓ તેમજ દલિત સમાજના આગેવાનો વગેરે ઉપસ્થિત રહી ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા, અને શ્રદ્ધાંજલિ પાઠવાઈ હતી.

ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે લાલ બંગલા સ્થિત પ્રતિમાને મહાનુભાવોના હસ્તે ફૂલહાર 2 - image

જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, શહેરના દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા, જામનગર શહેર ભાજપના પ્રમુખ બીનાબેન કોઠારી, જિલ્લા ભાજપના અધ્યક્ષ ડો.વિનોદભાઈ ભંડેરી, ઉપરાંત પૂર્વ જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ મૂંગરા, જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, શાસક જૂથના નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા તેમજ શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો, દલિત સમાજના અગ્રણીઓ, શહેર ભાજપના કોર્પોરેટર વગેરે જોડાયા હતા અને ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કર્યા હતા.

Tags :