Get The App

કુખ્યાત બિરજુ સલ્લાની અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે કરી ધરપકડ, મુંબઈના ઝવેરીના ₹12.77 કરોડના દાગીનાની કરી હતી છેતરપિંડી

Updated: Jul 2nd, 2025

GS TEAM

Google News
Google News
કુખ્યાત બિરજુ સલ્લાની અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે કરી ધરપકડ, મુંબઈના ઝવેરીના ₹12.77 કરોડના દાગીનાની કરી હતી છેતરપિંડી 1 - image


Ahmedabad News : જેટ એરવેઝ બોમ્બ વિસ્ફોટ કેસમાં અગાઉ ધરપકડ કરાયેલા બિરજુ સલ્લાએ મુંબઈ સ્થિત એક ઝવેરીને રૂ.12.77 કરોડના સોનાના દાગીનાની છેતરપિંડી કરવાના આરોપમાં ફરી એકવાર પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. ભાગેડુ બિરજુ સલ્લાને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વસ્ત્રાપુરની એક હોટલમાંથી ધરપકડ કરી છે. સલ્લાએ દલાલ તરીકે એક જાણીતા ઝવેરી પાસેથી રૂ.12.77 કરોડના દાગીના એક ગ્રાહકને બતાવવા અને નાણા ચૂકવણીની ખાતરી આપીને મેળવ્યા હોવાનો આરોપ છે. સમગ્ર મામલે મુંબઈ પોલીસે આરોપી વિરૂદ્ધમાં છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જેને લઈને મંગળવારે મોડી રાત્રે બાતમીના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી સલ્લાની ધરપકડ કરી છે.

રૂ.12.77 કરોડના દાગીનાની કરી હતી છેતરપિંડી

ક્રાઈમ બ્રાન્ચ મુજબ, મરીન ડ્રાઇવમાં રહેતા 56 વર્ષીય ઉદ્યોગપતિ શૈલેષ કાંતિલાલ જૈન દ્વારા દાખલ કરાયેલી ફરિયાદમાં આરોપી બિરજુ સલ્લા (ઉં.વ. 45)એ 18 નવેમ્બર 2024 ના રોજ શૈલેષનો સંપર્ક કર્યો હતો અને કોઈક ગ્રાહક માટે 'મંજૂરીના આધારે' સોના, હીરા અને ચાંદીના ઘરેણાં લેવાની વિનંતી કરી હતી. જેમાં સલ્લાએ જૈનની દુકાનની મુલાકાત લઈને જણાવ્યું કે, એક ગ્રાહકને મોટી માત્રામાં સોનાના દાગીના ખરીદવા છે. આ પછી સલ્લા પર વિશ્વાસ કરીને જૈને રૂ.14 કરોડની દાગીના આપ્યા હતા. આ કન્સાઇનમેન્ટમાં 7.2 કિલોગ્રામ 22 કેરેટ સોનાના દાગીના, 224.90 કેરેટ છૂટા હીરા અને 32 કિલોગ્રામથી વધુ ચાંદીના વાસણોનો સમાવેશ થતો હતો.

બિરજુ સલ્લાએ જણાવ્યું હતું કે, દાગીના સહિતની વસ્તુએ કાતો 2-3 દિવસમાં વેચાઈ જશે અથવા માલ પાછો કરાશે. જ્યારે તેણે 812 ગ્રામ સોનું, 52.5 કેરેટ હીરા અને લગભગ 13.9 કિલો ચાંદી સહિત કુલ રૂ.1.47 કરોડની કિંમતના કેટલાક દાગીના પરત કર્યા હતા. આ પછી તે રૂ.12.77 કરોડની કિંમતના દાગીના લઈના ફરાર થઈ ગયો હતો. 

હયાત હોટલમાંથી બિરજુ સલ્લાની ધરપકડ

સમગ્ર મામલે મંગળવારે મોડી રાત્રે એક ગુપ્ત માહિતીના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી. ચૌહાણને જાણવા મળ્યું હતું કે, સલ્લા વસ્ત્રાપુર સ્થિત હયાત હોટલમાં છુપાયેલો છે. જેને લઈને પોલીસની ટીમ દ્વારા સ્થળ પર પહોંચીને આરોપી સલ્લાને ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે હવે આરોપી સલ્લાને વધુ તપાસ માટે આવતીકાલે ગુરુવારે (3 જુલાઈ) મુંબઈ પોલીસને સોંપવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતમાં 6 દિવસ અતિભારે વરસાદની આગાહી, 10થી વધુ જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ

ઉલ્લેખનીય છે કે,  આરોપી બિરજુ સલ્લાએ વર્ષ 2017માં એરવેઝની ફ્લાઇટમાં બોમ્બ ધમકીનો દાવો કરતો ખોટો પત્ર લખ્યો હતો. પાછળથી એવું બહાર આવ્યું  હતું કે, તેણે ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર રહેલી તેની ગર્લફ્રેન્ડને હેરાન કરવા માટે આ ભયભીત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને કારણે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેના પર આજીવન ફ્લાઇટ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

Tags :