Gujarat

જામનગરના જોડીયા પંથકમાં વધુ એક હિટ એન્ડ રનના બનાવમાં કારની ઠોકરે બાઈક સવારનો ભોગ લેવાયો

By GS TEAM
17 Nov 20251 min read
TukuTouch Logo
જામનગર જિલ્લાના જોડીયા પંથકમાં કાર અને બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક સવાર ધુળકોટ ગામના 60 વર્ષના બુઝુર્ગનું ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના જોડીયા પંથકમાં વધુ એક હિટ એન્ડ રનના બનાવમાં કારની ઠોકરે બાઈક સવારનો ભોગ લેવાયો

Jamnagar Hit and Run : જામનગર જિલ્લાના જોડીયા પંથકમાં કાર અને બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક સવાર ધુળકોટ ગામના 60 વર્ષના બુઝુર્ગનું ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે.

 આ બનાવની વિગત એવી છે કે મોરબી પંથકના ધુળકોટ ગામના વતની શિવલાલભાઈ ગોવિંદભાઈ પોરીયા નામના 60 વર્ષના બુઝુર્ગ કે જેઓ ગઈકાલે પોતાનું બાઈક લઈને જોડિયા તાલુકાના જીરાગઢ ગામથી આમરણ ગામ તરફ જઈ રહ્યા હતા, જે દરમિયાન જોડિયા હાઈવે રોડ પર માવનું ગામ પાસે જીજે 12 એફ.ઈ.3102 નંબરની કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક સવારનું ગંભીર ઇજા થવાના કારણે મૃત્યુ નિપજ્યું છે.

 મૃતકના પુત્ર જીગ્નેશ શીવલાલ પરમારે જોડીયા પોલીસ મથકમાં કારના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર ગોરધનપર ગામના પાટીયા પાસેથી સ્કૂટર લઈને જઈ રહેલા નાઘેડીના જયરાજસિંહ નાનભા જાડેજાને પુરપાટ ઝડપે આવી રહેલી જી.જે. 10 એ.વી. 2391 નંબરની રીક્ષાના ચાલે ઠોકરે ચડાવતા ગંભીર થઈ છે અને સારવાર માટે જીજી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધ્યો છે.