Gujarat

કાલાવડ-રાજકોટ ધોરી માર્ગ પર બાઈક અને મીની ટ્રક વચ્ચેના અકસ્માતમાં બાઈક સવાર યુવાનનો ભોગ લેવાયો

By GS TEAM
25 Sep 20251 min read
TukuTouch Logo
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ગઈકાલે એક મિની ટ્રક તેમજ બાઈક વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં બાઈક સવાર કાલાવડના એક યુવાનનું ગંભીર ઈજા થવાથી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કાલાવડ-રાજકોટ ધોરી માર્ગ પર બાઈક અને મીની ટ્રક વચ્ચેના અકસ્માતમાં બાઈક સવાર યુવાનનો ભોગ લેવાયો

Jamnagar Accident : જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ગઈકાલે એક મિની ટ્રક તેમજ બાઈક વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં બાઈક સવાર કાલાવડના એક યુવાનનું ગંભીર ઈજા થવાથી છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે કાલાવડ ટાઉનમાં રહેતો કિર્તીભાઈ રતીલાલ દાફડા નામનો 28 વર્ષનો યુવાન ગઈકાલે પોતાનું મોટરસાયકલ લઈને શિશાંગ ગામથી કાલાવડ તરફ જઈ રહ્યો હતો. જે દરમિયાન કાલાવડ રાજકોટ ધોરીમાર્ગ પર પુરપાટ ઝડપે આવી રહેલા જીજે ટી.એક્સ 8758

નંબરના ટાટા યોદ્ધા નામના વાહનના ચાલકે બાઈકને ટક્કર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો.જે અકસ્માતમાં બાઈક સવાર કીર્તિભાઈને ગંભીર પ્રકારની ઈજા થઈ હોવાથી તેમને સારવાર માટે 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પરનાવતબીબે તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે મૃતકના પિતા રતિલાલભાઈ કેશાભાઈ દાફડાએ પોલીસને જાણ કરતાં કાલાવડના પીએસઆઇ જે.એસ.ગોવાણી બનાવના સ્થળે તેમજ સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.