Gujarat

પોલીસનું ચેકિંગ ચાલે છે,અછોડો મૂકી દો..તેમ કહી સવારે બે લૂંટારા વૃધ્ધનો બે તોલાનો અછોડો લૂંટી ફરાર

By GS TEAM
19 Jun 20251 min read
પોલીસનું ચેકિંગ ચાલે છે,અછોડો મૂકી દો..તેમ કહી સવારે બે લૂંટારા વૃધ્ધનો બે તોલાનો અછોડો લૂંટી ફરાર

વડોદરાઃ વીઆઇપી રોડ પર  વહેલી સવારે એક સિનિયર સિટિઝનને આંતરીને બાઇક સવાર  બે લૂંટારા બે તોલાનો અછોડો લૂંટી ગયા હોવાનો બનાવ બન્યો છે.

વીઆઇપી રોડ પર વીરનગર સોસાયટીમાં રહેતા ઇશ્વરલાલ શાહે પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૧૫મીએ સવારે સાડા છ વાગે હું સ્કૂટર પર દૂધ લઇ દર્શન પાર્ક પાસેથી પસાર થતો હતો ત્યારે બાઇક સવાર બે જણાએ મને અટકાવ્યો હતો.

એ ક જણાએ આગળ પોલીસનું ચેકિંગ ચાલે છે તેમ કહી અછોડો ખિસ્સામાં મૂકવા કહ્યું હતું.જ્યારે બીજાએ અછોડો આંચકી લીધો હતો અને બંને અમિતનગર તરફ ફરાર થઇ ગયા હતા.જેથી પોલીસે ગુનો નોંધ્યો છે.