Get The App

અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવારનું મોત, એકને ગંભીર ઈજા

Updated: Jan 8th, 2026

GS TEAM

Google News
Google News
અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવારનું મોત, એકને ગંભીર ઈજા 1 - image

- રધવાણજ ઓવરબ્રિજ પાસે અકસ્માત 

- અકસ્માત સર્જીને વાહન ચાલક નાસી છૂટયો, માતર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

નડિયાદ : માતર પોલીસ મથકની હદમાં નેશનલ હાઈવે નંબર ૪૮ પર રધવાણજ ઓવરબ્રિજ પાસે મંગળવારની રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક અજાણ્યા વાહન ચાલકે મોટરસાયકલને ટક્કર મારતા બાઈક પર સવાર ૨૦ વર્ષીય યુવકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયો હતો.

વડોદરા જિલ્લાના અનગઢ ગામના વતની રમેશભાઈ અને તેમનો મિત્ર સાગરભાઈ રમણભાઈ ગોહીલ પોતાની મોટરસાયકલ લઈને ગાંધીપુરાથી અનગઢ જઈ રહ્યાં હતા. રાત્રિના આશરે ૯.૦૦ વાગ્યાના સુમારે તેઓ રધવાણજ ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યાં હતા, ત્યારે વડોદરા તરફ જતા રોડ પર કોઈ અજાણ્યા વાહને તેમની બાઈકને ટક્કર મારી હતી. આ ટક્કરથી બંને યુવકો રોડ પર ફંગોળાયા હતા. આ અકસ્માતમાં રમેશભાઈને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે સાગરભાઈને ગંભીર હાલતમાં ૧૦૮ મારફતે ખેડા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને અંધારાનો લાભ લઈ નાસી છૂટયો હતો. માતર પોલીસે આ અંગે મૃતકના ભાઈ પ્રવિણભાઈ અંબાલાલ ગોહીલની ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે