અકસ્માત
બાદ ડમ્પર રેઢુ મૂકીને ડ્રાઈવર નાસી છૂટયો
હાઇવે
પર બેફામ દોડતા ડમ્પરો અનેક નિર્દોષની જીંદગીનો ભોગ લે છે છતાં જવાબદાર પોલીસ
તંત્રનું અકળ મૌન
સાણંદ -
સાણંદ તાલુકાના જુવાલ ગામ નજીક કાળમુખા ડમ્પરે બાઇક ચાલકને કચડયો
હતો. બાઇક ચાલકના શરીર પર ડમ્પરનું ટાયર ફરી વળતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માત
બાદ ડમ્પર રેઢુ મૂકીને ડ્રાઈવર નાસી છૂટયો હતો. હાઇવે પર બેફામ દોડતા ડમ્પરો અનેક નિર્દોષની
જીંદગીનો ભોગ લે છે છતાં જવાબદાર પોલીસ તંત્રનું અકળ મૌન સામે લોકોમાં રોષ જોવા મળ્યો
હતો.
સોમવારની
સવારે સાણંદ તાલુકાના જુવાલ ગામ નજીક ભીમાભાઈ ઉર્ફે ભેમાભાઈ ભુદરભાઈ ગોહેલ (ઉ. વ.૬૦, રહે.જુવાલ ગામ) જુવાલ-માણકોલ
રોડ ઉપર બાઇક લઈ જતા હતા. તે દરમિયાન ડમ્પરના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાનું
ડમ્પર વાહન હંકારી બાઇકને ટક્કર મારી અકસ્માત
સર્જ્યો હતો. અકસ્માતમાં બાઇક ચાલકનું કમકમાટીભર્યું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
અકસ્માત સર્જી ચાલક ડમ્પર સ્થળ પર જ મુકી ફરાર થઇ ગયો હતો. બનાવને પગલે હાઇવે પર ટ્રાફિકજામ
સર્જાયો હતો. બનાવની જાણ થતાં બાવળા પોલીસ સ્થળ ફર પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઇ
બાવળાની સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટ માટે મોકલી આપ્યો હતો. પોલીસે ટ્રાફિકજામ હળવો
કરાવી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. બનાવને લઇ રસ્તા પરથી પસાર થતા ટુવ્હિલર,
થ્રીવ્હિલર અને નાના વાહન ચાલકોમાં હાઇવે પર લોકોના જીવને જોખમમાં મુકી
બેફામ દોડતા ડમ્પર ચાલકો વિરૃદ્ધ રોષ જોવા મળ્યો હતો અને કડક કાર્યવાહી કરવાનો સૂર
ઉઠયો હતો.


