Gujarat

વડોદરાના અટલાદરામાં નારાયણ વાડી રોડ પર વહેલી સવારે અકસ્માતમાં બાઈક સવારનું મોત

By GS TEAM
29 Dec 20251 min read
TukuTouch Logo
વડોદરામાં વહેલી સવારે ચા પીવા નિકળેલા યુવકને ટેમ્પોએ અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના અટલાદરામાં નારાયણ વાડી રોડ પર વહેલી સવારે અકસ્માતમાં બાઈક સવારનું મોત

Vadodara Accident : પશ્ચિમ બંગાળમાં રહેતો 28 વર્ષનો અવિષેક અશોકભાઈ ગુપ્ત વડોદરામાં અટલાદરા બિલ રોડ પર ઓરો રેસીડેન્સીમાં રહેતો હતો અને ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. આજે સવારે પાંચ વાગે પોતે બાઈક લઈને ચા પીવા માટે નીકળ્યો હતો. તે દરમિયાન અટલાદરા નારાયણ વાડી નજીક સામેથી આવતા ટેમ્પા સાથે અકસ્માત થયો હતો. અકસ્માતમાં અવિષેકને ગંભીર ઈજા થતા મોત નિપજ્યું હતું. અટલાદરા પોલીસે તેનો મૃતદેહ પીએમ માટે ગોત્રી હોસ્પિટલમાં મોકલી આપી તેના પરિવારજનોને વતનમાં જાણ કરી હતી. એના પરિવારજનો વડોદરા આવવા માટે નીકળી ગયા છે તે દરમિયાન તેના મૃતદેહને કોલ્ડ રૂમમાં મૂકવામાં આવ્યો છે.