બાઇક ચાલક પર ટ્રેલરના પૈંડા ફરી વળતા કમકમાટીભર્યુ મોત
સર્વિસ રોડ પર બાઇક અને મોપેડ વચ્ચે અકસ્માત થતા બાઇક ચાલક ઉછળીને રોડ પર પટકાયો
વડોદરા,દશરથ ગામ તાપી હોટલ નજીક સર્વિસ રોડ પર બાઇક અને મોપેડ વચ્ચે અકસ્માત થતા બંને ચાલક રોડ પર ફંગોળાયા હતા. સામેથી આવતા ટ્રેલરની નીચે બાઇક ચાલક ચગદાઇ જતા તેનું મોત થયું છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, શહેર નજીકના દશરથ ગામ સુમ્યા હાઇટ્સમાં રહેતો ૨૬ વર્ષનો પારગી ગામીતરામ ચીમનલાલ આજે બપોરે બાઇક લઇને નોકરી પર જવા નીકળ્યો હતો.રણોલી તાપી હોટલ નજીકથી સર્વિસ રોડ પરથી તે પસાર થતો હતો. તે દરમિયાન સામેથી આવતા મોપેડ સાથે તે અથડાયો હતો. મોપેડ અને બાઇક સામસામે અથડાતા બંને ટુ વ્હીલરના ચાલકો રોડ પર ફંગોળાઇને પડયા હતા. બાઇક ચાલક ગામીતરામ સામેથી આવતા ટ્રેલરની સામે પડતા ટ્રેલરના તોતિંગ પૈંડા તેના પર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. જે અંગે છાણી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.