Vadodara : છોટાઉદેપુર જિલ્લાના બોડેલી રોડ પર ગળામાં દોરી ભરાઈ જવાથી ઇજાગ્રસ્ત બાઇકચાલકનું મોત નીપજયું હતું.
છોટાઉદેપુર જિલ્લામાં સંખેડા તાલુકાના વાગરા ગામના જગદીશ મનસુખ તળપદા પોતાના બાઈક પર બોડેલી તરફ આવી રહ્યા હતા. ત્યારે રસ્તામાં દોરો ગળામાં ભરાઈ ગયો હોવાથી તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા તેમને સારવાર માટે માંજલપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. બોડેલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
નોંધનીય એ છે કે હજુ તો ઉતરાયણને બે માસ ઉપરાંતનો સમય બાકી છે બે માસ ઉપરાંતનો સમય બાકી છે તે પૂર્વે જ ગળામાં દોરી ભરાવાથી મૃત્યુ થવાના બનાવ બનવા લાગ્યા છે ત્યારે તંત્રએ ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ પહેલેથી જ મૂકવો જરૂરી બન્યો છે.


