ટ્રકની ટક્કર બાદ ટાયરમાં માથું આવી જતાં બાઈક ચાલકનું મોત
- નડિયાદ- કપડવંજ રોડ વડથલ ફાટક પર
- નડિયાદનો 30 વર્ષનો યુવક કઠલાલથી ઘર તરફ બાઈક લઈ આવતો હતો ત્યારે અકસ્માત
નડિયાદ : નડિયાદ કપડવંજ રોડ વડથલ ફાટક પર ગઈકાલે સાંજે ટ્રક ટેલર મોટરસાયકલ સાથે અથડાતા ગંભીર રીતે ઇજા પામેલ બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.આ બનાવ અંગે મહુધા પોલીસે અકસ્માતનો ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
નડિયાદમાં રહેતા કેતનભાઇ હસમુખભાઈ શ્રીમાળી ગઈકાલે સાંજે કઠલાલ તરફથી મોટરસાયકલ લઇ નડિયાદ આવી રહ્યા હતા. દરમિયાન સાંજના ૬ઃ૩૦ વાગ્યાના સુમારે વડથલ ફાટક પર નડિયાદ તરફથી આવતી ટ્રક મોટરસાયકલ સાથે અથડાઈ હતી.
જેથી કેતનભાઇ શ્રીમાળી (ઉં.વ.૩૦) પડી જતા ટાયરમાં માથું આવી જતા ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.
આ બનાવની જાણ થતા મહુધા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ બનાવ અંગે મેહુલભાઈ અશોકભાઈ પુરાણીની ફરિયાદના આધારે મહુધા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.