વીણા પાટિયા પાસે ટેન્કરની અડફેટે બાઈક ચાલકનું મોત
- નડિયાદ-મહુધા રોડ પર
- કપડવંજના બાઈક ચાલકને અકસ્માત નડયો : ટેન્કર ચાલક વિરૂદ્ધ ગુનો
નડિયાદ : નડિયાદ-મહુધા રોડ પર વીણા પાટિયા પાસે ટેન્કરની અડફેટે બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. નડિયાદ ગ્રામ્ય પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કપડવંજમાં રહેતા અંકિતભાઈ નટવરભાઈ પટેલ (ઉં.વ.૩૯) સોમવારે બપોરે બાઈક પર નડિયાદ-મહુધા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન વીણા પાટિયા પાસે પોણા વાગ્યે પુરઝડપે આવેલું ટેન્કર બાઈક સાથે અથડાતા બાઈક ચાલક રોડની સાઈડમાં ફંગોળાયો હતો. અકસ્માતના પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત અંકિતને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધ્યો હતો.