Gujarat
ખેડાના ઢઢાલ રોડ ઉપર ડમ્પરની ટક્કરે બાઈક ચાલકનું મોત
By GS TEAM
16 Jun 20251 min read

- ડમ્પર ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો
- ડામરી ગામનો યુવક ચિત્રાસર સાસરીમાં પત્ની અને બાળકોને લેવા જવા નીકળ્યો હતો
નડિયાદ : ખેડા તાલુકાના ડામરી ગામના જગદીશભાઈ પ્રભાતભાઈ રાવળ ગઈકાલે સાંજે મોટરસાયકલ લઈ ચિત્રાસર સાસરીમાં પત્ની અને બાળકોને લેવા જવા નીકળ્યો હતો. દરમિયાન ઢઢાલ ભેરાઈ જવાના રોડ ઉપર ડમ્પરે મોટરસાયકલને ટક્કર મારતા બાઈક ચાલક જગદીશભાઈ રાવળને ગંભીર ઈજાઓ થતા તુરંત જ સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે જગદીશભાઈ રાવળ ઉંમર આશરે ૩૦ વર્ષને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મૃતકના ભાઈ ચંદુભાઈ પ્રભાતભાઈ રાવળની ફરિયાદના આધારે ખેડા ટાઉન પોલીસે ડમ્પરચાલક સામે કાર્યવાહી હાથ ધરી હતી.
ખેડાના ઢઢાલ રોડ ઉપર ડમ્પરે બાઈકને ટક્કર મારતા ચાલકનું ગંભીર ઈજા થતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.









