Gujarat

અટલાદરા અક્ષર ચોક પાસે ડમ્પરની અડફેટે બાઇકસવારનું મોત

By GS TEAM
1 Feb 20261 min read
અટલાદરા અક્ષર ચોક પાસે ડમ્પરની અડફેટે બાઇકસવારનું મોત

વડોદરા,મોડીરાત્રે બાઇક પર ઘરે જતા બાઇકસવાાર યુવકને અટલાદરા અક્ષર ચોક પાસે ડમ્પરચાલકે ટક્કર મારતા છાતીમાં ગંભીર ઇજા થતા મોત થયું હતું.

પાદરા નવાપુરા સ્વામિનારાયણ મંદિર પાસે રહેતો શ્રીજી ધર્મેશકુમાર ગાંધી, ઉં.વ.૨૧ હાલોલની એક કંપનીમાં પ્રોડક્શન ઓફિસર તરીકે નોકરી કરે છે. તે ઘરેથી બાઇક લઇને ગેંડા સર્કલ જઇ ત્યાં બાઇક મૂકી કંપનીની બસમાં નોકરી પર જતો હતો. રાત્રે ૧૦ વાગ્યે નોકરી પૂરી કરીને ગેંડા સર્કલથી બાઇક લઇને  પરત ઘરે આવતો હતો.  ગઇકાલે મોડીરાત્રે તે બાઇક લઇને ઘરે પરત આવતો  હતો. તે દરમિયાન અટલાદરા અક્ષર ચોક પાસે એક ડમ્પર ચાલકે  ટક્કર મારતા તેને છાતીના ભાગે ગંભીર ઇજા થઇ હતી. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનું મોત થયું હતું.  જ્યારે ડમ્પર ચાલક પોતાનું વાહન લઇને પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. ડમ્પર ચાલક વિઠ્ઠલ ચેહરભાઇ રાઠવા (રહે. નાથકુવા ગામ,તા. હાલોલ, જિ.પંચમહાલ)ની સામે જે.પી.રોડ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.