Gujarat

વડોદરા પોલીસને જોઈ બાઈક પરથી ઉતરીને નાસી જનાર બાઈક ચોર ફરાર

By GS TEAM
26 Aug 20251 min read
TukuTouch Logo
વડોદરા શહેર વિસ્તારમાં ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના બનાવો બનતા હોય પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઇ ઘરફોડ ચોરી તેમજ વ્હીકલ ચોરી ગુનાઓ અટકાવવા સારૂ તેમજ અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા પોલીસની વિવિધ સક્રિય થઈ હતી

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા પોલીસને જોઈ બાઈક પરથી ઉતરીને નાસી જનાર બાઈક ચોર ફરાર

Vadodara Bike Theft Case : વડોદરા શહેર વિસ્તારમાં ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના બનાવો બનતા હોય પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઇ ઘરફોડ ચોરી તેમજ વ્હીકલ ચોરી ગુનાઓ અટકાવવા સારૂ તેમજ અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા પોલીસની વિવિધ સક્રિય થઈ હતી. દરમ્યાન ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી હકીકત મળેલ કે, ગુરુકુળ ચાર રસ્તા પાસે બે ઇસમો ચોરી કરેલ સુપર સ્પ્લેન્ડર રજી. નંબર GJ-06-LF-3745 લઈને ફરે છે, જેમાં એક ઇસમે શરીરે કાળા કલરનું શર્ટ પહેરેલ છે તથા બીજા ઇસમે બ્લ્યુ કલરનું ટી-શર્ટ પહેરેલ છે.

બાતમીવાળી જગ્યાએ આવી તપાસ કરતા બે સવારી ઇસમો બાઈક લઈ આવતા જણાતા તેઓને રોકવા કોર્ડન કરી રોકતા પાછળ બેસેલ ઇસમ નાસી ગયેલ બાઇક ચાલક ઇસમને નામઠામ પુછતા પોતે પોતાનુ નામ રોહન ઉર્ફે બુટ્ટી જગદિશ નગીનભાઇ રાજમલ (ઉ.વ.22, ધંધો મજુરી, રહે.સંજયનગર ઓડનગરની બાજુમાં વારસીયા)નાનો હોવાનુ જણાવેલ. બાઈકની માલિકીના પુરાવા રજુ કરવા જણાવતા ઇસમો ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપેલ. 

તેની સઘન પુછપરછ કરતા મો.સા.ની પાછળ બેસેલ અને પોલીસના માણસોને જોઈને નાશી ગયેલ બાળકિશોર કિશનવાડી વુડાના મકાન પાસેથી ચોરી કરી લાવેલ હોવાની હકિકત જણાવી હતી. તપાસ કરાવતા વારસીયા પો.સ્ટે. ખાતે આ બાઈક ચોરીનો ગુનો નોંધાયો હતો. આરોપી રોહન ઉર્ફે બુટ્ટીને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.