Gujarat

ધોળકાના ભેંટાવાડા ગામેથી બાઇક ચોર પકડાયો

By GS TEAM
10 Dec 20251 min read
ધોળકાના ભેંટાવાડા ગામેથી બાઇક ચોર પકડાયો

વાહન ચોરીના ચાર ગુનાનો ભેદ ઉકેલાયો, ૮૫ હજારનો મુદ્દામાલ જપ્ત

બગોદરાધોળકાના ભેટાવાડા ગામેથી એક બાઇક ચોર પકડાયો હતો. વાહન ચોરીના ૪ ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે ૮૫ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી અને સંજયકુમાર ઉર્ફે બાલો દિલિપભાઇ સોલંકી( રહે. ભેટાવાડા, ધોળકા, મહાકાળી માતાજીના વાવ પાસે, મૂળ રહે. સરગાવાળા, તા.ધોળકા)ને ઝડપી પાડયો હતો અને ચાર બાઇક અને એક મોબાઇલ કબજે કરવામાં આવ્યા હતા અને ચાર ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.