જામનગર નજીક દરેડ વિસ્તારમાં બે દિવસ પહેલાં રાત્રિના સમયે એક મોટરસાયકલની ચોરી થઈ હતી, જે અંગે પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના અનુસંધાને પોલીસી ઇન્સ્પેક્ટર વી.જે. રાઠોડ અને તેઓની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
જેઓએ ઉપરોક્ત મોટરસાયકલની ચોરી કરનાર જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા પિયુષ ઉર્ફે પ્રિન્સ જયસુખભાઈ પરમાર નામના શખ્સને ઝડપી લીધો હતો. તેણે પોતાની સાથે અન્ય બે ટાબરીયાઓની મદદથી ઉપરોક્ત બાઈકની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી, અને તુલસી પાર્ક વિસ્તારમાં બાવળની જાળીમાં ત્રણેય ભેગા મળી ને મોટરસાયકલ ને ખોલી નાખી તેના સ્પેરપાર્ટ જુદા પાડીને વેચવાની પેરવી કરી રહ્યા હતા, પરંતુ તે પહેલાં પોલીસના હાથે ઝડપાઈ ગયા છે.


