Gujarat
સયાજી હોસ્પિટલના પાર્કિંગમાંથી બાઇકની ચોરી
By GS TEAM
24 Mar 20261 min read

વડોદરા,સયાજી હોસ્પિટલના પાર્કિંગમાંથી દર્દીના સંબંધીની બાઇક ચોરી થઇ ગઇ છે. જે અંગે રાવપુરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
અટલાદરા બિલ કેનાલ રોડ પર પરમ સોસાયટીમાં રહેતો ભાવેશ પરસોત્તમભાઇ પરમાર આઇ.ટી. કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે.ગત ૧૮ મી તારીખે સયાજી હોસ્પિટલમાં સંબંધી ઠાકોરભાઇની સારવાર માટે બાઇક લઇને આવ્યો હતો. તેણે બાઇક સયાજી હોસ્પિટલ ન્યુ સર્જિકલ બિલ્ડિંગની સામે પાર્કિંગમાં પાર્ક કરી હતી.આખો દિવસ સારવારમાં વ્યસ્ત રહ્યા પછી રાતે એક વાગ્યે તે બાઇક લેવા ગયો હતો. પરંતુ, તેની બાઇક ચોરી થઇ ગઇ હતી.








