Get The App

આજવા ચોકડી પાસે મહિલા નર્સના હાથમાંથી પર્સ ઝૂંટવી બાઈક સવાર ત્રિપુટી ફરાર

ભરૂચની મહિલા નણંદના ખબર અંતર જાણવા વડોદરા આવી હતી

Updated: Jun 11th, 2025

GS TEAM


Google News
Google News
આજવા ચોકડી પાસે મહિલા નર્સના હાથમાંથી પર્સ ઝૂંટવી બાઈક સવાર ત્રિપુટી ફરાર 1 - image


આજવા ચોકડી પાસે ભરૂચની મહિલાના હાથમાંથી પર્સ ઝૂંટવી બાઈક સવાર ત્રિપુટી ફરાર થઈ જતા ફરિયાદના આધારે કપુરાઇ પોલીસે સ્નેચર્સની શોધખોળ શરૂ કરી છે.

ભરૂચના ચાવજ ખાતે રહેતા 54 વર્ષીય માલાબેન ચાવડા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 15 વર્ષથી નર્સ તરીકે ફરજ બજાવે છે. તેઓ ગઈ તા.8 જુનના રોજ  નણંદના ખબર અંતર જાણવા વડોદરા આવ્યા હતા. બપોરના સમયે તેઓ ટેમ્પામાંથી ઉતરી આજવા ચોકડી તરફ જવા સર્વિસ રોડ ઉપર ચાલતા પસાર થતા હતા, તે વખતે પાછળથી ઘસી આવેલ બાઇક સવાર અજાણ્યા ત્રણ શખ્સો તેમના હાથમાંથી પર્સ ઝૂંટવી નાસી છૂટ્યા હતા. જેમાં રૂ. 7 હજારની કિંમતનો મોબાઇલ ફોન તથા ઘરની ચાવીઓ હતી. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે ત્રિપુટી વિરુદ્ધ સ્નેચિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Tags :