Get The App

તમારા બધાના ટોપી પટ્ટા ઉતારી નાંખીશ...જહાંગીરપુરા-ડભોલી બ્રિજ નીચે ટ્રાફિક પોલીસ પર વકીલનો હુમલો, PSIનો કોલર પકડયો

Updated: Sep 12th, 2022

GS TEAM


Google News
Google News
તમારા બધાના ટોપી પટ્ટા ઉતારી નાંખીશ...જહાંગીરપુરા-ડભોલી બ્રિજ નીચે ટ્રાફિક પોલીસ પર વકીલનો હુમલો, PSIનો કોલર પકડયો 1 - image



- રોંગ સાઇડ ત્રીપલ સવારી હોવાથી પોલીસે અટકાવ્યોઃ તમે લૂંટ કરો છો, બધાને હેરાન કરો છો એમ કહી એલ.આરને તમાચા માર્યા, પીઆઇ પાસે આઇકાર્ડ માંગ્યો અને પીએસઆઇનો કોલર પકડી લીધો

સુરત
જહાંગીરપુરા-ડભોલી બ્રિજ નીચે રોંગ સાઇડ ત્રીપલ સવારી બાઇક હંકારનાર વકીલ વિરૂધ્ધ દંડાત્મક કાર્યવાહી કરનાર પીઆઇ, પીએસઆઇ સહિતના સ્ટાફને તમે લૂંટ કરો છો, તમારા બધાના ટોપી પટ્ટા ઉતારી નાંખીશ, ફરી આ જગ્યા પર દેખાશો તો તમને જાનથી પતાવી દઇશ તેવી ધમકી આપતા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જહાંગીરપુરા ડભોલી બ્રિજ નીચે નરસિંહ મહેતા ઉદ્યાન પાસે ટ્રાફિક પોલીસના પીઆઇ જે.એમ. સોલંકી, પીએસઆઇ એચ.એસ. રાવત સહિતનો સ્ટાફ ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે રોંગ સાઇડ ત્રીપલ સવારી આવનાર બાઇક નં. જીજે 05 એમએન 3686 ના ચાલક વિપુલ વિઠ્ઠલભાઇ પાણખાણીયા (ઉ.વ. 35 રહે. કેશવ પાર્ક સોસાયટી, પંડોળ, વેડરોડ) ને અટકાવી દંડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ વિપુલે દંડ ભરવાનો ઇન્કાર કરી તમે લૂંટ કરો છો, તમે પબ્લીકને ખોટું હેરાન કરો છો એમ કહી મોબાઇલમાં વિડીયો શુર્ટીંગ ઉતારવાનું શરૂ કર્યુ હતું. જેથી પીઆઇ સોલંકીએ સમજાવાનો પ્રયાસ કરતા વિપુલે તેમની પાસે આઇકાર્ડ માંગ્યો હતો. પોતે વર્ધીમાં હોવા છતા પીઆઇ સોલંકીએ આઇકાર્ડ બતાવ્યો હતો.

તમારા બધાના ટોપી પટ્ટા ઉતારી નાંખીશ...જહાંગીરપુરા-ડભોલી બ્રિજ નીચે ટ્રાફિક પોલીસ પર વકીલનો હુમલો, PSIનો કોલર પકડયો 2 - image

પોલીસે દંડની રસીદ પર સહી કરી કરવાનું કહેતા વિપુલે રસીદ બુક ફાડી નાંખી હતી. જેથી એલઆર મેલુજી રામાજી અટકાવવા જતા તેને પાંચ-છ તમાચા મારી દેતા પીએસાઇ રાવતે બચાવવા દોડયા હતા. પરંતુ વિપુલે તેમનો પણ કોલર પકડી ઝપાઝપી કરી તમારા બધાના ટોપી પટ્ટા ઉતારી નાંખીશ, ફરી આ જગ્યા પર દેખાશો તો તમને જાનથી પતાવી દઇશ તેવી ધમકી આપી હતી. જેને પગલે દોડી આવેલી જહાંગીરપુરા પોલીસે વિપુલ વિરૂધ્ધ સરકારી ફરજમાં રૂકાવટ ઉભી કરનાર કરવા બદલ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

Tags :