વડોદરામાં ચાંપાનેર દરવાજા પાસે પોલીસ વાનની ટક્કરે બાઇક સવાર યુવક ઘાયલ
Vadodara Accident : વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર નરસિંહ ધામ સોસાયટીમાં રહેતો પ્રતિક નરેશભાઈ સોલંકી ફાયર બ્રિગેડનો ફાયરમેનનો કોર્સ કરે છે. સીટી પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવું છે કે ગઈકાલે સવારે 8:00 વાગે હું મારા ઘરેથી માંડવી ખાતે મેલડી માતાના મંદિરે દર્શન કરવા માટે નીકળ્યો હતો અને 9:30 વાગે દર્શન કરી ભરત મારા ઘરે જતો હતો. ચાંપાનેર ગેટ પાસેથી હું બાઈક લઈને જતો હતો તે દરમિયાન મારી બાજુમાં એક પોલીસ ઊભી હતી રસ્તા પર જતા એક બહેનને બચાવવા જતા પોલીસવાડના ઝાલા કે મારી બાઈકની ટક્કર મારતા હું અને મારો મિત્ર મિહિર નીચે પડી ગયા હતા.
પોલીસનું ટાયર મારા પર ચડી ગયું હતું. આજુબાજુથી લોકોએ દોડી આવી એમ્બ્યુલન્સમાં મને સારવાર માટે મોકલી આપ્યો હતો. ત્યાં મારા મિત્રને કહ્યું કે આ ભાઈની સારવારનો જે પણ ખર્ચ થશે તે હું આપી દઈશ તમે હોસ્પિટલ લઈ જાઓ તેને પોતાનો મોબાઈલ નંબર પણ આપ્યો હતો અને ત્યારબાદ તે જતો રહ્યો હતો. અકસ્માતમાં મને જમણા હાથના ખભા પર ફેક્ચર થયું હતું અને ડાબા હાથની હથેળી તેમજ મોઢા અને છાતીની પાંસળી ઉપર ઈજા થઈ હતી. જમણા પગના ઘૂંટણમાં તથા ગળાના પાછળના ભાગે મણકામાં પણ મને ઈજા પહોંચી હતી.