Get The App

અંકલેશ્વરમાં દર્શનાર્થે જતી મહિલાના ગળામાંથી મંગળસૂત્ર આંચકી અજાણ્યો બાઇક સવાર શખ્સ ફરાર

Updated: Aug 7th, 2025

GS TEAM

Google News
Google News
અંકલેશ્વરમાં દર્શનાર્થે જતી મહિલાના ગળામાંથી મંગળસૂત્ર આંચકી અજાણ્યો બાઇક સવાર શખ્સ ફરાર 1 - image

Ankleshwar Chain Snatching : અંકલેશ્વર ખાતે દર્શનાર્થે જતી મહિલાના ગળામાંથી રૂ.1.25 લાખની કિંમતનું સોનાનું મંગળસૂત્ર આંચકી બાઇક સવાર અજાણ્યો શખ્સ ફરાર થઈ જતા અંકલેશ્વર સીટી એ ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 અંકલેશ્વર ખાતે રહેતા મેઘાબેન સાવળે તેમની 3 વર્ષની પુત્રી સાથે પીપળેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા માટે ચાલતા જવા નીકળ્યા હતા. તે વખતે ગંગાજમના સોસાયટી પાસે પાછળથી ઘસી આવેલ બાઈક સવાર એક અજાણ્યો શખ્સ તેમના ગળામાંથી સોનાનું રૂ.1.25 લાખની કિંમતનું 13 ગ્રામ વજનનું મંગળસૂત્ર આંચકી ગુજરાત હાઉસિંગ બોર્ડ તરફ ફરાર થઈ ગયો હતો. ઉક્ત ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ બીએનએસ 304(2) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.