Get The App

વાસી ઉત્તરાયણે બાઈક સવારના ગળામાં દોરી ફસાતા ગંભીર ઇજા

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
વાસી ઉત્તરાયણે બાઈક સવારના ગળામાં દોરી ફસાતા ગંભીર ઇજા 1 - image

- મુળીના મહાદેવગઢ ગામનો બનાવ

- ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાં ખસેડાયો

સુરેન્દ્રનગર : મુળી તાલુકાના મહાદેવગઢ ગામ પાસે વાસી ઉત્તરાયણે બાઈક પર જઈ રહેલા શખ્સના ગળામાં દોરી ફસાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને ૧૦૮ એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપી જીવ બચાવી અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

મુળી તાલુકાના મહાદેવગઢ ગામે રહેતા નિલેશભાઈ બાઈક પર ગત તા.૧૫ જાન્યુઆરીના રોજ જઈ રહ્યા હતા ત્યારે ગામની બહાર પહોચતા અચાનક તેમનાં ગળામાં પતંગની દોરી ફસાઈ જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તની મદદ માટે ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરતા સરા ૧૦૮ના પાયલોટ રણજીતસિંહ ચુડાસમા અને ઈએમટી રોહિત રાઠોડ અને ટીમે સ્થળ પર પહોંચી તાત્કાલિક ગળામાં ફસાયેલ દોરીને બહાર કાઢી ઈજાગ્રસ્તની પ્રાથમિક સારવાર કરી જીવ બચાવ્યો હતો અને ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર શરૂ કરાવી હતી. નિલેશભાઈની હાલત હાલ સ્થિર હોવાનું હોસ્પિટલના તબીબોએ જણાવ્યું છે.