રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઇક સવાર પટકાયો
ફતેગંજ સર્કલ પાસે કૂતરૃં રસ્તા વચ્ચે આવી જતા બાઇક સવારને ઇજા
વડોદરા,જાહેર રોડ પર રખડતા ગાય અને કૂતરાના કારણે બે બાઇક સવાર યુવકો રોડ પર પટકાયા હતા. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સલાટવાડા બાવન ચાલી શારદા મંદિર સ્કૂલ પાસે રહેતો ૩૩ વર્ષનો કૌશિક મુકેશભાઇ સોલંકી આજે સવારે ૧૦ વાગ્યે બાઇક લઇને ફતેગંજ સર્કલ પાસેથી જતો હતો. તે દરમિયાન રસ્તામાં અચાનક કૂતરૃં આવી જતા તે રોડ પર પટકાયો હતો. તેને માથામાં ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, કમાટીબાગ કલ્યાણનગરમાં રહેતો ૨૧ વર્ષનો સોહિલ સમસદખાન પઠાણ આઇસક્રીમ પાર્લરમાં નોકરી કરે છે.ગઇકાલે મોડીરાતે ૧૧ વાગ્યે નરહરિ હોસ્પિટલ પાસેથી જતો હતો. તે દરમિયાન અચાનક રસ્તા વચ્ચે ગાય આવી જતા તે રોડ પર પટકાતા હાથ, પગ અને પેટમાં ઇજાઓ થતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત સુધારા પર છે.