Get The App

જોગીવાડની ટાંકી પાસે ટ્રક અડફેટે આવી જતા બાઇક સવારનું સ્થળ પર મોત

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
જોગીવાડની ટાંકી પાસે ટ્રક અડફેટે આવી જતા બાઇક સવારનું સ્થળ પર મોત 1 - image

- અકસ્માતને લઇ સ્થાનિક લોકોમાં રોષ ભભૂક્યો

- યુવાન પોતાનું બાઈક લઈને કામ અર્થે જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો

ભાવનગર : ભાવનગર શહેરના જોગીવાડ ટાંકી વિસ્તારમાં બાઈક અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટ્રકની અડફેટે આવેલા યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ  પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો.અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના આનંદનગર ખાતે રહેતા પ્રદીપભાઈ મહેશભાઈ પડધરીયા (ઉં.વ ૩૮ ) નામનો યુવાન પોતાનું મોટરસાયકલ લઈને કામ અર્થે જતા હતા ત્યારે જોગીવાડની ટાંકી નજીક પાછળથી આવી રહેલા ટ્રક નંબર જીજે ૧૬ એક્સ ૭૧૩૮ ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી બાઈક સવાર યુવાનને અડફેટે લીધો હતો.અને ગંભીર અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં યુવાનને ગંભીર ઇજાઓ થતા પ્રદીપભાઇનું સ્થળ પરજ મોત નિપજ્યું હતુ.આ બનાવની જાણ થતાની સાથેજ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.અકસ્માત સ્થળે સ્થાનિકોના ટોળા એકત્ર થયા હતા.અને આક્ષેપ કર્યો હતો કે આ વિસ્તારમાં હેવી વાહનોની અવરજવર વધુ હોવાના કારણે અવારનવાર અકસ્માતના બનાવો બનતા રહે છે, તેમ છતાં યોગ્ય પગલાં લેવામાં આવતા નથી. સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળ્યો હતો.