રસ્તા વચ્ચે ગાય વચ્ચે આવી જતા પટકાયેલા બાઇક સવારનું મોત
પાદરા સી.એચ.સી. ખાતે પ્રાથમિક સારવાર પછી સયાજીમાં રિફર કરાયા હતા
વડોદરા,પાદરાના ગણપતપુરા ગામે રસ્તા વચ્ચે ગાય આવી જતા પટકાયેલા બાઇક સવારનું સારવાર દરમિયાન મોત થયું છે.
પાદરાના જાસપુરા ગામે રહેતા ૩૬ વર્ષના મુકેશભાઇ ચતુરભાઇ વાઘેલા ગત ૧૯ મી તારીખે સાંજે પોણા સાત વાગ્યે બાઇક લઇને ગણપતપુરા ગામ પાસેથી પસાર થતા હતા. તે દરમિયાન રસ્તા વચ્ચે ગાય આવી જતા તેઓ બાઇક પરથી નીચે પટકાયા હતા. તેઓને સારવાર માટે પાદરા સી.એચ.સી. ખાતે લઇ જવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ગઇકાલે મોડીરાતે બે વાગ્યે તેઓનું મોત થયું હતું. જે અંગે પાદરા પોલીસે તપાસ હાથ ધરી છે.