બાઈક રીક્ષા અને કાર તો ઠીક, હવે 40 સીટર બસ પણ ચોરાઈ
image : social media
Vadodara Crime : વડોદરામાં વાહન ચોરીના બનતા બનાવવામાં હવે ચોરો ભારદારી વાહનોની પણ ઉઠાંતરી કરવા માંડ્યા છે.
શહેરમાં ટુવિલર અને રીક્ષાની ઉઠાંતરીના બનાવો રોજબરોજ બનતા હોય છે. પરંતુ ચોરો હવે તક મળે તો ભારદારી વાહનોને પણ છોડતા નથી. અગાઉ ટેન્કર, ટ્રેલર અને ડમ્પર ચોરીના બનાવો બની ચૂક્યા છે ત્યારે ગઈકાલે એક ખાનગી કંપની માટે ઉપયોગમાં લેવાથી 40 સીટર બસની ચોરીનો બનાવ બન્યો છે.
માંજલપુરના સંતરામ પાર્કમાં રહેતા હરી વદનભાઈ પટેલે કહ્યું છે કે, બે વર્ષ અગાઉ મેં 40 સીટર બસ લીધી હતી અને તેનો ઉપયોગ કરજણની એક ફાર્મા કંપનીના કર્મચારીઓને લાવવા લઈ જવા કરવામાં આવતો હતો. ગઇતા 25 મી એ સાંજે બસનો ડ્રાઇવર કર્મચારીઓને ઉતારી સનફાર્મા રોડ પર એસસીજી હોસ્પિટલ સામે પાર્ક કરીને ઘેર ગયો હતો.
શનિ-રવિ રજા હોવાથી ગઈકાલે સોમવારે સવારે બસ લેવા માટે ગયો ત્યારે બસ જોવા મળી હતી. આસપાસના વિસ્તારમાં તપાસ કરતા બસ મળી આવી ન હતી. જેથી જેપી રોડ પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.