Gujarat

ધ્રોલમાં બાઈક ચાલક યુવાનને અકસ્માત નડ્યા બાદ સારવાર લેવા જતાં પાછળથી તેનું બાઈક કોઈ તસ્કર ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ

By GS TEAM
18 Dec 20251 min read
TukuTouch Logo
જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં એક યુવાનને બાઈક પર અકસ્માત નડ્યો હતો, અને પોતે પોતાનું વાહન સ્થળ પર જ રાખીને સારવાર લેવા હોસ્પિટલે ગયો હતો, દરમિયાન અકસ્માતગ્રસ્ત બનેલું તેનું બાઈક કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ધ્રોલમાં બાઈક ચાલક યુવાનને અકસ્માત નડ્યા બાદ સારવાર લેવા જતાં પાછળથી તેનું બાઈક કોઈ તસ્કર ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ

Jamnagar Bike Theft : જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં એક યુવાનને બાઈક પર અકસ્માત નડ્યો હતો, અને પોતે પોતાનું વાહન સ્થળ પર જ રાખીને સારવાર લેવા હોસ્પિટલે ગયો હતો, દરમિયાન અકસ્માતગ્રસ્ત બનેલું તેનું બાઈક કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

ધ્રોલમાં ચામુંડા પ્લોટમાં રહેતા રાહુલ રઘુભાઈ મકવાણા નામના 25 વર્ષના યુવાનને તા.18.10.2025 ના રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં ધ્રોળ નજીક પટેલ કન્યા શાળા પાસે પોતાના બાઈક પર જતી વેળાએ અકસ્માત નડયો હતો. જેથી પોતાનું અકસ્માગ્રસ્ત બનેલું બાઇક સ્થળ પર છોડીને પોતે સારવાર લેવા માટે હોસ્પિટલે ગયો હતો. દરમિયાન ત્યાંથી રજા મળતાં હોસ્પિટલેથી પરત આવ્યા બાદ સ્થળ પર પોતાના વાહન અંગે તપાસ કરતાં તેનું રૂપિયા 45000 ની કિંમતનું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા હોવાથી મામલો ધ્રોળ પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને અજાણ્યા તસ્કરો સામે ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે.