રોડ ઉપર ભેંસ આવી જતા બાઈકને અકસ્માત : એક યુવાનનું મોત
Vadodara Accident : વડોદરાના સાવલી તાલુકાના લસુન્દ્રા ગામમાં આવેલી સ્ટર્લીંગ ક્રાફ્ટ પેપરમીલમાં નોકરી કરતો અજય દલજી બામણીયા (રહે. લીમડી, તા.સંતરામપુર, જીલ્લો મહીસાગર) તેમજ કંપનીમાં સાથે કામ કરતો રવિન્દ્ર રાવજી તડવી બંને ગઈ સાંજે બાઈક લઈને મંજુસર ખાતે શાકભાજી લેવા માટે ગયા હતા. શાકભાજી ખરીદીને બંને પરત નોકરી પર જતા હતા તે વખતે ટુંડાવ ગામે રોડ ઉપર અચાનક ભેંસ આવી જતા અજયે બાઈકના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બાઈક સ્લીપ થતા બંને નીચે પટકાતા ઇજા થઈ હતી. અજય અને રવિન્દ્રને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા ડોક્ટરે અજયનું મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું. બનાવ અંગે મંજુસર પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.