Gujarat

કિશનવાડી વુડાના મકાનમાં જૂના ઝઘડાની અદાવત રાખી બાઇક સળગાવી દીધી

By GS TEAM
30 May 20261 min read
કિશનવાડી વુડાના મકાનમાં  જૂના ઝઘડાની અદાવત રાખી બાઇક સળગાવી દીધી

 વડોદરા,કિશનવાડી વુડાના મકાનમાં જૂના ઝઘડાની અદાવત રાખી ઘરની બારીના કાચની તોડફોડ કરી બાઇક સળગાવી દીધી હતી. જે અંગે વારસિયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કિશનવાડી વુડાના મકાનમાં  રહેતા ૬૦ વર્ષના લીલાબેન  રમેશભાઇ પરમારે વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારો નાનો દીકરો મિલન ઉર્ફે ગટ્ટી ( ઉં.વ.૨૬) રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. ૨૮ મી તારીખે રાત્રે સાડા આઠ વાગ્યે મારી દીકરી રણજીતાએ ફોન કરીને કહ્યું કે, ગટ્ટીના ઘરે કોઇ અજાણ્યા લોકો ઝઘડો કરવા આવ્યા છે. જેથી, હું મારા દીકરાના ઘરે ગઇ હતી. તેના ઘરે લોક હતું. તેના ઘરની બારીના  કાચ તૂટેલા હતા. મારી દીકરીએ કહ્યું કે, નિતીન, સન્ની, નિતીષ તથા વિશાલ ભેગા થઇને  ગટ્ટીને મારવા આવ્યા હતા. ત્યારબાદ હું પોલીસ આવી હતી. મારો દીકરો મિલન આવીને ફરિયાદ લખાવશે, તેવું સ્ટેટમેન્ટ આપીને  હું નીકળી ગઇ હતી. ત્યારબાદ રાત્રે મારા દીકરાની બાઇક સળગાવી દીધી હતી. જેમાં કિશન અને સોયેબ પણ સામેલ હતા.નયને અગાઉ  પણ મારા દીકરા સાથે ઝઘડો કર્યો હતો. તેની ફરિયાદ વર્ષ - ૨૦૧૯ માં અમે કરી હતી.