ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડની વરણી
શંકરસિંહ ચૌધરી છે તે થરાદ વિધાન સભા બેઠક પરથી ચૂંટાયા છે અને જેઠાભાઈ ભરવાડ છે તે પંચમહાલ વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા છે
વિધાનસભામાં ધારાસભ્યોની શપથવિધી યોજાશે
15મી ગુજરાત વિધાનસભામાં નવા મંત્રીઓએ ચાર્જ લઇ લીધો અને તેમની કામગીરી શરુ કરી દીધી છે. એવમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકરસિંહ ચૌધરી અને ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ ભરવાડની વરણી કરાઈ છે. શંકરસિંહ ચૌધરી છે તે થરાદ વિધાન સભા બેઠક પરથી ચૂંટાયા છે અને જેઠાભાઈ ભરવાડ છે તે પંચમહાલ વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા છે.
વિધાનસભામાં હાઉસમાં ધારાસભ્યોની શપથવિધી યોજાશે
19 અને 20 ડિસેમ્બરે ચૂંટાયેલા તમામ ધારાસભ્યો ગાંધીનગરમાં હાજર રહેશે. વિધાનસભામાં તેમની શપથ વિધીનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ ધારાસભ્યોને શપથ અપાવશે. રમણલાલ વોરા અને ગણપત વસાવા અગાઉ પણ વિધાનસભાન અધ્યક્ષ રહી ચૂક્યાં છે. ત્યારે નવા અધ્યક્ષ તરીકે કોણ ચાર્જ સંભાળશે એવી ચર્ચાઓ રાજકીય પક્ષોમાં થઈ રહી છે.
18માં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે ચાર્જ સાંભળ્યો
ગુજરાતના 18માં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે ચાર્જ સાંભળી લીધો છે. ભુપેન્દ્ર પટેલ અને કેબીનેટ તેમજ રાજ્યકક્ષાના મંત્રીઓએ ગાંધીનગર ખાતે શપથ લીધા હતા. ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ સતત બીજી વખત સીએમ બન્યા છે. શપથ બાદ પ્રથમ કેબિનેટની બેઠક મળી હતી અને મંત્રીઓને તેમના ખાતાની ફાળવણી કરાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વર્ણિમ સંકુલમાં મંત્રીઓને પણ મળ્યા હતાં. મુખ્યમંત્રી ઉપરાંત મંત્રીમંડળમાં સામેલ અન્ય મંત્રીઓ પણ પોતાનો ચાર્જ લઈ લીધો હતો.
યોગેશ પટેલ તમામ ધારાસભ્યોને શપથ લેવડાવશે
ગુજરાતમાં મંત્રીગણની શપથવિધી બાદ પ્રથમ કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરવામાં આવી હતી. હવે ધારાસભ્યોના શપથગ્રહણ અને વિધાનસભાના નવા અધ્યક્ષની ચૂંટણી થવાની છે. આ માટે વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને નવા પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યાં છે. પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલને સત્તાવાર જાણ કરવામાં આવી છે. હવે યોગેશ પટેલ તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે. સાથે જ કાયમી સ્પીકરની ચૂંટણી પ્રક્રિયા પણ હાથ ધરશે.