Gujarat

કચ્છ-મુંબઈ વચ્ચેની કનેક્ટિવિટીમાં વધારો, 26 ઑક્ટોબરથી સીધી વિમાન સેવા શરુ થશે

By GS TEAM
4 Oct 20251 min read
TukuTouch Logo
એર ઇન્ડિયા દ્વારા કચ્છ અને મુંબઈ વચ્ચે હવાઈ મુસાફરી કરતા લોકો માટે એક સારા સમાચાર જાહેર કરવામાં આવ્યા છે. આગામી 26 ઓક્ટોબરથી ભુજ અને મુંબઈ વચ્ચે નવી દૈનિક નોન-સ્ટોપ ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવશે, જે મુસાફરોને તહેવારોની સિઝનમાં મોટી રાહત આપશે. કચ્છને દેશના આર્થિક પાટનગર મુંબઈ સાથે જોડતી આ સીધી વિમાન સેવા શરૂ થવાથી અહીંના વેપારીઓ અને પર્યટકોને મોટો લાભ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

કચ્છ-મુંબઈ વચ્ચેની કનેક્ટિવિટીમાં વધારો, 26 ઑક્ટોબરથી સીધી વિમાન સેવા શરુ થશે

Bhuj-Mumbai Air India Flight: એર ઇન્ડિયા દ્વારા કચ્છ અને મુંબઈ વચ્ચે હવાઈ મુસાફરી કરતા લોકો માટે એક સારા સમાચાર જાહેર કરવામાં આવ્યા છે. આગામી 26 ઑક્ટોબરથી ભુજ અને મુંબઈ વચ્ચે નવી દૈનિક નોન-સ્ટોપ ફ્લાઇટ સેવા શરુ કરવામાં આવશે, જે મુસાફરોને તહેવારોની સિઝનમાં મોટી રાહત આપશે. કચ્છને દેશના આર્થિક પાટનગર મુંબઈ સાથે જોડતી આ સીધી વિમાન સેવા શરુ થવાથી અહીંના વેપારીઓ અને પર્યટકોને મોટો લાભ થશે.

આ નવી દૈનિક સેવાને કારણે ભુજ અને મુંબઈ વચ્ચેનો મુસાફરીનો સમય માત્ર 1 કલાક અને 25થી 30 મિનિટનો રહેશે, જે સમય અને શક્તિ બંનેની બચત કરશે. તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને આ ફ્લાઇટની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી મુસાફરોની અવરજવર સરળ બનશે અને કચ્છ-મુંબઈ કનેક્ટિવિટી વધુ મજબૂત થશે.

ફ્લાઇટનું સમયપત્રક (26 ઑક્ટોબરથી અમલ)

રૂટઉપડવાનો સમયઆગમનનો સમયમુસાફરીનો સમય
મુંબઈથી ભુજબપોરે 1:50 કલાકેબપોરે 3:20 કલાકે1 કલાક 25થી 30 મિનિટ
ભુજથી મુંબઈસાંજે 4:00 કલાકેસાંજે 5:25 કલાકે1 કલાક 25 મિનિટ

કચ્છની કનેક્ટિવિટીમાં વધારો

એર ઇન્ડિયાની આ નવી સીધી ફ્લાઇટ શરુ થવાથી કચ્છ-મુંબઈ વચ્ચેની એર કનેક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો થશે. આનાથી કચ્છના વેપારીઓ, નોકરીયાતો અને પ્રવાસીઓને મોટો લાભ થશે, જેમને વારંવાર બંને શહેરો વચ્ચે અવરજવર કરવાની જરૂર પડે છે. આ નવી સુવિધા તહેવારોની સિઝન દરમિયાન મુસાફરીને વધુ સરળ અને સમયની બચત કરનારી બનાવશે.