પોતે ગે હોવાનું કહી રતિયાની સીમમાં બોલાવી ચોરી કેસમાં ફસાવવા ધમકી આપી
એપ્લિકેશનથી ફસાવીને ૨૦,૦૦૦ માગ્યાઃ ઓનલાઈન ૫,૦૦૦ પડાવનાર ત્રણમાંથી બે આરોપીને કોડકી ચાર રસ્તા પાસેથી ઝડપ્યા
મુળ તમીલનાડુના હાલ ભુજ સરપટનાકા નાગનાથ મંદિર પાસે રહેતા અને સુથારી કામ કરતા ફરિયાદી ચેતનભાઇ ખરાશંકર કોર (ગોર-ઉ.વ.૪૮) સાથે તા. ૨૮ નવેમ્બરના રોજ લૂંટની ઘટના બની હતી. આરોપી રફીક જુણસ નોડેએ પોતાનું નામ ઉમેશ પટેલ તરીકે આપીને ગ્રીન્ડર નામની એપ્લિકેશનમાં મારફતે ભોગબનાર ફરિયાદી સાથે પરિચય કેળવીને પોતે ગે હોવાનું જણાવીને એકાંતમાં મળવા માટે બાઇક પર રતિયા ગામની સીમમાં લઇ જઇને આરોપી રફીક જુણસ, અને રતિયા ગામના રસીદ હુશેન સમા, અબ્દુલ લતીફ નોડે ત્રણેય ભેગા મળીને ફરિયાદીને ચોરીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને માર મારીને ૨૦ હજારની માંગણી કરીને રૂપિયા ૫ હજાર ગુગલ પે મારફતે મેળવી લીધા હતા. આરોપીઓના મારને કારણે બેભાન થયેલા ફરિયાદીને પર ઘર પાસે મુકીને આરોપીઓ નાસી ગયા હતા. બનાવ અંગે માનકુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ હતી. આ કેસમાં બાતમી પરથી પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રતિયા ગામે રહેતા આરોપી રસીદ હુશેન સમા (ઉ.વ.૨૦) અને અબ્દુલ લતીફ નોડે (ઉ.વ.૧૯)ની ધરપકડ કરીને માનકુવા પોલીસને હવાલે કર્યા હતા. જ્યારે મુખ્ય આરોપી રફીક જુણસ નોડે (રહે લખુરાઇ ચાર રસ્તા ભુજ)ને ઝડપી લેવા કાર્યવાહી ચાલે છે.


