Get The App

કચ્છ: પ્રેમી યુગલે એકબીજાને પામવા વટાવી તમામ હદ, સાઉથની કોઈ થ્રિલર ફિલ્મને ટક્કર આપે તેવી રિયલ સ્ટોરી

Updated: Oct 12th, 2024

GS TEAM

Google News
Google News
કચ્છ: પ્રેમી યુગલે એકબીજાને પામવા વટાવી તમામ હદ, સાઉથની કોઈ થ્રિલર ફિલ્મને ટક્કર આપે તેવી રિયલ સ્ટોરી 1 - image

Bhuj Crime News: ભુજના બે પ્રેમી યુગલે પ્રેમમાં ઘેલા થઈ એક વૃદ્ધની હત્યા કરવાનું સામે આવ્યું છે. જોકે, આ હત્યા વિશે અત્યાર લગભગ બે મહિના પહેલાં થયેલી આ હત્યા વિશે કોઈને ખબર પણ નહતી. પરંતુ, આ યુગલને પોતે કરેલી હત્યાનો અપરાધ બોધ સહન ન થતાં, તેઓએ આત્મ સમર્પણ કર્યું હતું. ત્યારે ફિલ્મી કહાની જેવી આખી હત્યાનો ઘટસ્ફોટ થયો હતો. 

પ્રેમ કહાનીએ લીધો હત્યાનો વળાંક

ભુજના સરહદી ખાવાડા નજીક ખારી ગામની પરિણિત મહિલા રામી આહીર ગામમાં જ રહેલાં અનિલ આહીરને પ્રેમ કરતી હતી. જોકે, તેના લગ્ન દસેક વર્ષ પહેલાં ભુજના ખારી ગામમાં થયા હતાં. જોકે, મનમેળ ન આવતા તેણે કોર્ટ મારફતે છૂટાછેડા લઈ લીધા હતાં. છૂટાછેડાના પંદરેક દિવસમાં તેણે ખારી ગામના જ કાનજી ચાડ નામના યુવક સાથે સામાજિક રાહે બીજા લગ્ન કર્યાં, પરંતુ મનમાંથી પોતાના પ્રેમીને ભૂલી નહતી શકતી.

આ પણ વાંચોઃ વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં માતા-પિતા ઘરમાં ઊંઘતા રહ્યાને 1.95 લાખ માલમત્તાની ચોરી

રચ્યું આત્મહત્યાનું કાવતરૂં

પોતાના પ્રેમીને હંમેશા માટે પામવા 5 જુલાઈ 2024ના દિવસે રામી અને અનિલે પોતાના ઘરથી થોડેક દૂર કાકાજી સસરાના વાડામાં લાકડીના ભારામાં આગ લગાવી મરવાનું નાટક કર્યું. આ પહેલાં તેણે ફોનમાં પોતાની આત્મહત્યાનો વીડિયો પણ બનાવ્યો જેથી બધાંને વિશ્વાસ થયો કે તે મૃત્યુ પામી છે અને બાદમાં તે પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ. 

આ સમગ્ર નાટક માટે બંને પ્રેમીને એક બિનવારસી મૃત દેહ જોઈતો હતો. જેના માટે 3 જુલાઈ 2024 ના દિવસે અનિલે ભાડે સેલ્ફ ડ્રાઈવ ઈકો કાર લઈને આ બિનવારસી મૃતદેહ શોધવાનું શળરૂ કર્યું. જોકે, બે દિવસ ફર્યા છતાં તેને કોઈ મૃતદેહ ન મળ્યો. તે દરમિયાન તેને હમીરસર તળાવના કાંઠે એક સિત્તેર વર્ષના વૃદ્ધ દેખાયા. જેને જોઈ તેની આંખમાં ભેદી ચમક આવી. તેણે કાકાને પૂછયું કે, તમે ક્યાં રહો છો? ત્યારે વૃદ્ધે કહ્યું કે, હું તો રખડતો ભટકતો રહું છું. બાદમાં અનિલે ફરી મૃતદેહ શોધવાનું શરૂ કર્યું પરંતુ, તે સફળ ન થયો. 

આ પણ વાંચોઃ એકબાજુ રાજ્યમાં લોકો બેરોજગાર છે ને સરકાર ખાલી જગ્યા ભરતી નથી, હાઇકોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી

નિર્દોષનો લીધો જીવ

જેથી તેણે પેલા વૃદ્ધ વ્યક્તિ પર નજર રાખવાનું શરૂ કર્યું અને તક મળતાં જ રાત્રે તેનું અપહરણ કર્યું અને ઈકો કારમાં ગળું દબાવી તેની હત્યા કરી દીધી. બાદમાં રામીને ફોન કરી સમગ્ર બાબત જણાવી બંનેએ કોઈને ખબર ન પડે તે રીતે રામીના નામે આ વૃદ્ધને સળગાવી દ્વારકાના ભાણવડમાં ભાગી ગયાં અને ત્યાં એકાદ મહિનો રોકાયા.

પ્રેમીઓએ કર્યું આત્મસમર્પણ

જોકે, ત્યાં બંનેને અપરાધ બોધના ખાઈ રહ્યો હતો, જેના કારણે તેઓ ફરી ભુજ આવ્યા અને 27 સપ્ટેમ્બરે રામીએ પોતાના પિતા સામે આત્મ સમર્પણ કર્યું. તેના પિતાએ બંનેને પોલીસ સ્ટેશન મોકલી સમગ્ર કબૂલાત કરવા જણાવ્યું. હાલ, પોલીસે બંનેની ધરપકડ કરી તેઓએ જે વૃદ્ધને સળગાવી દીધો હતો તેની તપાસ કરી રહી છે.