ભાવનગર-ઉધમપુર સાપ્તાહિક ટ્રેન અનિશ્ચિત સમય માટે કેન્સલ કરાઈ

- કામગીરી સબંધિત કારણોસર નિર્ણય લેવાયો
- અગાઉ 12 મી ઓક્ટોબર સુધી ટ્રેન રદ્દ કરવામાં આવી હતી
ભાવનગર : ભાવનગર ટર્મિનસથી દર રવિવારે ચાલતી ભાવનગર-શહીદ કેપ્ટન તુષાર મહાજન જન્મભૂમિ એક્સપ્રેસને કામગીરી સબંધિત કારણોસર અગાઉ ભાવનગરથી ૧૨મી ઓક્ટોબર અને શહીદ કેપ્ટન તુષાર મહાજન સ્ટેશનથી ૧૩મી ઓક્ટોબર સુધી રદ્દ કરવામાં આવી હતી. હવે આ ટ્રેનને આગથામી આદેશ સુધી સંપૂર્ણપણે રદ્દ કરવામાં આવ્યાનો નિર્ણય લેવાયો હોવાનું ભાવનગર રેલવેના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે જણાવ્યું છે. ટ્રેન રદ્દ થતાં દિવાળી વેકેશનમાં ફરવા જવાના લોકોના પ્લાન વિખાય ગયા છે.