Gujarat

ભાવનગરના વલ્લભીપુર-ચમારડી રોડ પર ભયાનક અકસ્માત, કારની ટક્કરે બે વૃદ્ધોના કમકમાટીભર્યા મોત

By GS TEAM
25 Dec 20251 min read
TukuTouch Logo
ભાવનગર જિલ્લાના વલ્લભીપુર-ચમારડી માર્ગ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવી રહેલી એક કારે સ્કૂટર સવાર બે વૃદ્ધોને જોરદાર ટક્કર મારતા બંનેના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. આ બનાવને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગરના વલ્લભીપુર-ચમારડી રોડ પર ભયાનક અકસ્માત, કારની ટક્કરે બે વૃદ્ધોના કમકમાટીભર્યા મોત

Bhavnagar Road Accident: ભાવનગર જિલ્લાના વલ્લભીપુર-ચમારડી માર્ગ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવી રહેલી એક કારે સ્કૂટર સવાર બે વૃદ્ધોને જોરદાર ટક્કર મારતા બંનેના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. આ બનાવને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ, વલ્લભીપુર અને ચમારડી ગામ પાસે પસાર થઈ રહેલા સ્કૂટરને એક કાર ચાલકે અડફેટે લીધું હતું. ટક્કર એટલી ભયાનક હતી કે સ્કૂટર પર સવાર બંને વૃદ્ધો ફંગોળાયા હતા અને ગંભીર ઇજાઓ થવાને કારણે તેઓએ સ્થળ પર જ દમ તોડ્યો હતો.

પોલીસ તપાસમાં અકસ્માતનો ભોગ બનનાર બંને મૃતકોની ઓળખ પ્રેમજીભાઈ જેરામભાઈ મુંજાણી (રહે. ચમારડી ગામ) અને કાંતિભાઈ કુંવરજીભાઈ જસાણી (રહે. ચમારડી ગામ) તરીકે થઇ છે. 

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોને કબજે કરી પીએમ અર્થે વલ્લભીપુર સરકારી હોસ્પિટલ ખસેડ્યા છે. પીએમની વિધિ પૂર્ણ થયા બાદ મૃતદેહોને તેમના પરિજનોને સોંપવામાં આવશે.