Gujarat

ભાવનગરથી અંબાજીની એસ.ટી. બસનો પ્રારંભ

By GS TEAM
19 May 20261 min read
ભાવનગરથી અંબાજીની એસ.ટી. બસનો પ્રારંભ

અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થશે, મુસાફરોનો સમય બચશે

ભાવનગરભાવનગર એસ.ટી. ડેપો દ્વારા અંબાજી દર્શનાર્થે જતાં ભાવિકો માટે ભાવનગરથી અંબાજીની સીધી બસ સેવા શરૃ કરવામાં આવી છે.

ભાવનગર ડેપોમાંથી દરરોજ સાંજે ૭ કલાકે બસ ઉપડશે, વર્ષોથી સીધી બસ સેવા ઉપલબ્ધ ન હતી

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા જાય છે. છેલ્લા ઘણાં વર્ષોથી ભાવનગર-અંબાજી રૃટની સીધી બસ સેવા ઉપલબ્ધ ન હોવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય, આ બાબતે ભાવનગર પૂર્વના ધારાસભ્યએ કરેલી રજૂઆતના પગલે ભાવનગર-અંબાજીની નવીન એક્સપ્રેસ બસ સેવા નિર્ણય કરી ભાવનગર ડેપોમાંથી દરરોજ સાંજે ૭ કલાકે શરૃ કરી દેવામાં આવી છે. આ બસ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થવાની હોવાથી મુસાફરોના સમયની બચત થશે. ભાવનગરથી ઉપડતી બસ અમદાવાદ (એક્સપ્રેસ હાઈવે), ગાંધીનગર, વિસનગર, વડનગર, ખેરાલુ સતલાસણા અને દાંતા થઈ અંબાજી પહોંચશે. ટિકિટનું ભાડું ૨૭૦ રૃપિયા રાખવામાં આવ્યું હોવાનું વિભાગીય નિયામક આર.ડી. પિલવાઈકરે જણાવ્યું છે.