Get The App

30મીથી ભાવનગર-પોરબંદર ટ્રેન રાણાવાવ રેલવે સ્ટેશન સુધી દોડશે

Updated: Jun 23rd, 2026

GS TEAM

Google News
Google News
30મીથી ભાવનગર-પોરબંદર ટ્રેન રાણાવાવ રેલવે સ્ટેશન સુધી દોડશે 1 - image

રિમોડેલિંગ કાર્યના કારણે ટ્રાફિક અને પાવર બ્લોક લેવાતા

આજથી પોરબંદર આવતી-જતી ૧૦ ટ્રેન સંપૂર્ણપણે રદ્દ, ૪ જુલાઈ સુધી ટ્રેનોના સંચાલનમાં અસ્થાયી ફેરફાર રહેશે

ભાવનગરપોરબંદર યાર્ડમાં રિમોડેલિંગ કાર્યના કારણે આવતીકાલથી ૪ જુલાઈ સુધી ટ્રેનોના સંચાલનમાં અસ્થાયી ફેરફાર કરવામાં આવ્યા છે. જેના કારણે ભાવનગર-પોરબંદર-ભાવનગર ટ્રેન પણ રાણાવાવ રેલવે સ્ટેશન સુધી જ દોડાવામાં આવશે.

પશ્ચિમ રેલવે દ્વારા રિમોડેલિંગના કામને કારણે ટ્રાફિક અને પવાર બ્લોક લેવાતા તા.૨૩-૬થી તા.૪-૭ સુધી પોરબંદર-ભાણવડ-પોરબંદર, પોરબંદર-કાનાલુસ-પોરબંદર, રાજકોટ-પોરબંદર-રાજકોટ સહિત ૧૦ ટ્રેન સંપૂર્ણપણે રદ્દ રહેશે. તેમજ તા.૩૦-૬થી તા.૪-૭ દરમિયાન પોરબંદર-ભાવનગર-પોરબંદર ટ્રેન પોરબંદર-રાણાવાવ-પોરબંદર સેક્શન વચ્ચે આંશિક રીતે રદ્દ રહેશે. આ ટ્રેનો રાણાવાવ સ્ટેશન પરથી શોર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરિજિનેટ થશે. એટલે કે આ ટ્રેન માત્ર ભાવનગર-રાણાવાવ વચ્ચે જ દોડશે. તેવી જ રીતે તા.૩૦-૬થી તા.૪-૭ સુધી પોરબંદર-રાજકોટ ટ્રેન પોરબંદરથી એક કલાક મોડી પ્રસ્થાન થશે. દાદર-પોરબંદર એક્સપ્રેસને તા.૩૦-૬થી તા.૪-૭ દરમિયાન રાજકોટ સ્ટેશન પર ૧ કલાક, ૦૫ મિનિટ વિનિયમિત (રેગ્યુલેટ) કરવામાં આવશે તેમ ભાવનગર રેલવેના સૂત્રોએ જણાવ્યું છે.