ભાવનગર-પોરબંદર ટ્રેનને ખોડિયાર મંદિર રેલવે સ્ટેશન પર હોલ્ટ અપાયો
- 11 મી સપ્ટેમ્બરથી પેસેન્જર ટ્રેન એક મિનિટ માટે ઉભી રહેશે
- સમયપત્રક સહિતની વિગતવાર માહિતી ભારતીય રેલવેની વેબસાઈટ પર મુકાઈ
પશ્ચિમ રેલવે દ્વારા મુસફારોની સુવિધાને ધ્યાનમાં રાખી ગુરૂવારથી ભાવનગર ટર્મિનસથી બપોરે ૩ કલાકે પોરબંદર માટે પ્રસ્થાન કરતી ટ્રેનને બપોરે ૩-૨૦ કલાકે ખોડિયાર મંદિર સ્ટેશન પર ઉભી રાખવામાં આવશે. અહીં એક મિનિટ હોલ્ટ કર્યા બાદ ટ્રેન આગળ તેના ગંતવ્ય સ્થાન માટે રવાના થઈ રાત્રે ૧૦-૧૦ કલાકે પોરબંદર પહોંચશે. તેવી જ રીતે પોરબંદરથી સવારે ૭-૩૦ કલાકે ભાવનગર આવતી ટ્રેન બપોરે ૧-૨૪ કલાકે ખોડિયાર મંદિર સ્ટેશન પર ઉભી રહી ૧-૨૫ કલાકે રવાના થશે અને બપોરે ૨-૩૦ કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેનનો હોલ્ટ, રચના અને સમયપત્રક સહિતની વિગતવાર માહિતી ભારતીય રેલવેની વેબસાઈટ ડબ્લ્યુડબ્લ્યુડબ્લ્યુ.ઈન્કવાયરી.ઈન્ડિયનરેલ.ગવ.ઈન પર ઉપલબ્ધ કરવામાં આવી છે તેમ વષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે જણાવ્યું છે.