Get The App

બગદાણા મારામારી કેસમાં માયાભાઈ આહીરનો પુત્ર જયરાજ જેલભેગો, કોર્ટે જામીન અરજી કરી નામંજૂર

Updated: Jan 25th, 2026

GS TEAM

Google News
Google News
બગદાણા મારામારી કેસમાં માયાભાઈ આહીરનો પુત્ર જયરાજ જેલભેગો, કોર્ટે જામીન અરજી કરી નામંજૂર 1 - image


Jayraj Ahir and Navneet Baldhiya Case: ભાવનગર જિલ્લાના બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસમાં આરોપી જયરાજ આહીરને મોટો ઝટકો પડ્યો છે. માયાભાઈ આહીરના પુત્ર જયરાજની જામીન અરજી મહુવા કોર્ટ ના મંજૂર કરી ફગાવી દીધી છે. જયરાજ આહિરને 25 જાન્યુઆરીએ સાંજે 7 વાગ્યે ભાવનગર જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. 

મહત્વનું છે કે ગઇકાલે 24 જાન્યુઆરીના રોજ SITની તપાસ દરમિયાન આઈજી ઓફિસમાં બીજી વખત હાજર થયેલા માયાભાઈ આહીરના પુત્ર જયરાજની ધરપકડ કરવામાં આવી હતી. 19 જાન્યુઆરી 2026ના ફરિયાદી નવનીત બાલધિયાનું નિવેદન લેવામાં આવ્યું હતું. જે બાદ  21 અને બાદમાં 24 જાન્યુઆરીએ જયરાજ આહીરની પૂછપરછ કરી ધરપકડ કરવામાં આવી હતી.  નવનીત બાલધિયાની ફરિયાદ બાદ આરોપીઓના એકબીજા સાથેના મોબાઈલ સંપર્કો, લોકેશન તથા અન્ય વિગતોની SIT ટીમે તપાસ કરી હતી, નવનીત બાલધિયા પર જે હુમલો થયો છે તેમાં જયરાજ આહીરનો હાથ હોવાનું સામે આવ્યું હતું. 

અત્યાર સુધીમાં કેટલા આરોપીની ધરપકડ

બગદાણા હુમલા કેસમાં SIT અત્યાર સુધીમાં કુલ 13 લોકોની ધરપકડ કરી ચૂકી છે. જેમાં જયરાજ આહીર ઉપરાંત નાજુ કામળિયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્ર પરમાર, સતીશ વનાળિયા, ભાવેશ સેલાળા, વીરુ સઈડા, પંકજ મેર, કાન કામલિયા, સંજય ચાવડા અને દિનેશ ઉર્ફે દાદુ સોંલંકી

સમગ્ર વિવાદનું મૂળ શું?

ડાયરામાં માયાભાઈએ યોગેશ સાગરને બગદાણા આશ્રમના 'મેનેજિંગ ટ્રસ્ટી' તરીકે સંબોધ્યા હતા. બગદાણાના નવનીત બાલધિયાએ માયાભાઇને ફોન કરીને આ વાતનું ખંડન કર્યું હતું કે આશ્રમમાં આવું કોઈ પદ નથી. માયાભાઈએ માફી માંગી વીડિયો આપ્યો હતો, બાલધિયાનો આક્ષેપ છે કે માયાભાઈએ માફી માંગી તે તેમના પુત્ર જયરાજને પસંદ નહોતી પડી અને તેના જ ઈશારે ષડયંત્ર રચાયું હતું. 29 ડિસેમ્બર 2025ના રોજ નવનીત બાલધિયા પર આઠ જેટલા શખ્સોએ પાઈપ અને ધોકાથી ઘાતક હુમલો કર્યો હતો.