ભાવનગર મહાપાલિકામાં છેલ્લા 5 વર્ષમાં 175 કર્મચારીની ઘટ
- મહાપાલિકામાં નિવૃત્ત કર્મચારીની સામે નવી ભરતી ઓછી કરાતા નારાજગી
- મહાપાલિકામાં છેલ્લા 5 વર્ષમાં 637 કર્મચારી વયમર્યાદા સહિતના કારણસર નિવૃત્ત થયા : 462 કર્મચારીની ભરતી કરાઈ
સરકારના નિયમ મુજબ ભાવનગર મહાપાલિકાના કર્મચારીઓને પ૮ વર્ષ પૂર્ણ થતા નિવૃત્ત કરવામાં આવે છે, જયારે કેટલાક કર્મચારીઓ કોઈ કારણસર સ્વૈચ્છીક નિવૃત્તી પણ લઈ લેતા હોય છે. મહાપાલિકામાં ગત વર્ષ ર૦ર૦-ર૧ થી ગત વર્ષ ર૦ર૪-રપ એટલે કે છેલ્લા પાંચ વર્ષમાં વયમર્યાદા સહિતના કારણોસર કુલ ૬૩૭ કર્મચારી નિવૃત્ત થયા છે, જેમાં ગત વર્ષ ર૦ર૦-ર૧ માં સૌથી ઓછા ૧૦૩ કર્મચારી નિવૃત્ત થયા છે, જયારે ગત વર્ષ ર૦રર-ર૩ માં સૌથી વધુ ૧૪૭ કર્મચારી નિવૃત્ત થયા છે. કર્મચારીઓ નિવૃત થતા તેની જગ્યાઓ ખાલી પડતી હોય છે અને કામગીરીને અસર ન પડે તે માટે આ ખાલી જગ્યાઓ પર તબક્કાવાર ભરતી કરવાની હોય છે.
મહાપાલિકાના જે તે સમયના કમિશનરના આદેશ અનુસાર મહેકમ વિભાગે છેલ્લા પાંચ વર્ષમાં ૪૬ર કર્મચારીની તબાક્કાવાર ભરતી કરી છે, જેમાં ગત વર્ષ ર૦ર૩-ર૪ માં સૌથી ઓછા માત્ર ૩પ કર્મચારીની ભરતી કરાઈ હતી, જયારે ગત વર્ષ ર૦રર-ર૩ માં સૌથી વધુ ૧૭૩ કર્મચારીની ભરતી કરવામાં આવી હતી તેમ માહિતી આપતા ભાવનગર મહાપાલિકાના મહેકમ વિભાગના સુત્રોએ જણાવેલ છે. છેલ્લા પાંચ વર્ષમાં નિવૃત્ત કર્મચારીઓની સરખામણીએ ૧૭પ કર્મચારીઓની ઓછી ભરતી કરવામાં આવી હોવાનુ જણાય રહ્યુ છે ત્યારે મહાપાલિકાએ ખાલી જગ્યામાં ભરતી માટે યોગ્ય પગલા લેવા જરૂરી છે.
મહાપાલિકામાં પટ્ટાવાળાની ભરતી બંધ
ભાવનગર મહાપાલિકામાં અગાઉથી ૧ થી ૪ વર્ગમાં ભરતી કરવામાં આવતી હતી, જેમાં અધિકારી, કર્મચારી અને પટ્ટાવાળા વગેરેનો સમાવેશ થાય છે પરંતુ ત્યારબાદ સરકારની સૂચના અનુસાર છેલ્લા ઘણા વર્ષથી પટ્ટાવાળાની ભરતી મહાપાલિકાએ બંધ કરી દીધી છે અને હવે આઉટ સોર્સીંગથી પટ્ટાવાળા રાખવામાં આવે છે, જેના કારણે કર્મચારીઓને અન્યાય થઈ રહ્યો છે ત્યારે પટ્ટાવાળાની ભરતી કરવા માંગણી ઉઠી રહી છે.
મહાપાલિકામાં ભરતી અને નિવૃત્ત કર્મચારીઓની આંકડાકીય માહિતી
વર્ષ |
ભરતી |
નિવૃત્ત |
ર૦ર૦-ર૧ |
પ૮ |
૧૦૩ |
ર૦ર૧-રર |
૪૯ |
૧૦૮ |
ર૦રર-ર૩ |
૧૭૩ |
૧૪૭ |
ર૦ર૩-ર૪ |
૩પ |
૧૩૭ |
ર૦ર૪-રપ |
૧૪૭ |
૧૪ર |
કુલ |
૪૬ર |
૬૩૭ |