Get The App

ભાવનગરમાં હિટ એન્ડ રન: બેફામ કારચાલકે મહિલાને અડફેટે લેતા મોત, મોપેડચાલક પણ ઈજાગ્રસ્ત

Updated: Dec 11th, 2025

GS TEAM

Google News
Google News
ભાવનગરમાં હિટ એન્ડ રન: બેફામ કારચાલકે મહિલાને અડફેટે લેતા મોત, મોપેડચાલક પણ ઈજાગ્રસ્ત 1 - image

Bhavnagar Hit-and-Run: ભાવનગર શહેરના વાઘાવાડી રોડ ઉપર ગત મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બેફામ ગતિએ આવતી એક કારે ચાલવા નીકળેલી મહિલાને જોરદાર ટક્કર મારતા તેનું સારવાર દરમિયાન કરૂણ મૃત્યુ નીપજ્યું છે, જ્યારે અન્ય એક મોપેડચાલક યુવતી પણ અડફેટે આવીને ઘાયલ થઈ છે. અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ ગયો હતો.

સાગવાડી નજીક બની દુર્ઘટના

મળતી માહિતી અનુસાર, 10મી ડિસેમ્બરની રાત્રે કાળિયાબીડ વિસ્તારમાં સાગવાડી નજીક રામેશ્વર મંદિર પાસે રહેતા મીનાબેન અને સોનલબેન રાત્રિભોજન બાદ ચાલવા નિકળ્યા હતા. આ દરમિયાન કાળિયાબીડની ટાંકીથી સ્વામિનારાયણ મંદિર તરફ જતા માર્ગ પર પાછળથી પૂરઝડપે આવતી કારચાલકે સોનલબેનને અડફેટે લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે સોનલબેન ઉછળીને રસ્તા પર પટકાયા હતા અને તેમને ગંભીર ઇજાઓ થઈ હતી.

આ જ સમયે કારચાલકે ઇ-બાઇક પર જઈ રહેલી ઉમેદાની બિલાલભાઈ શેખ નામની અન્ય યુવતીને પણ ટક્કર મારી હતી, જેના કારણે તે પણ રસ્તા પર પડી ગઈ હતી.

આ પણ વાંચો: સુરેન્દ્રનગર નજીક હિટ એન્ડ રનની ઘટના: અજાણ્યા વાહનની ટક્કરે ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત

સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ

સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક રીક્ષા ઊભી રખીને ગંભીર રીતે ઘાયલ સોનલબેનને સર ટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન સોનલબેનનું મૃત્યુ નિપજતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. લીસે હાલમાં અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધીને CCTV ફૂટેજના આધારે ફરાર કારચાલકને ઝડપી પાડવાની શોધખોળ શરૂ કરી છે.