Gujarat

ભાવનગરમાં નકલી ઘી બનાવવાની ફેક્ટરી ઝડપાઇ, Rs. 1.37 લાખનો જથ્થો જપ્ત, વેપારીઓમાં ફફડાટ

By GS TEAM
9 Oct 20251 min read
TukuTouch Logo
ભાવનગર શહેરમાં ફૂડ સેફ્ટી અને SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) તેમજ ફૂડ વિભાગે સંયુક્ત રીતે દરોડા પાડીને નકલી ઘી બનાવવાનું એક ગુપ્ત કારખાનું ઝડપી પાડ્યું છે. શહેરના ભગાતળાવ વિસ્તારમાં ચાલતા આ કારખાનામાંથી આશરે Rs. 1.37 લાખની કિંમતનું નકલી ઘી સીઝ કરવામાં આવ્યું છે. પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવેલા આ સંયુક્ત ચેકિંગમાં, પોલીસ અને ફૂડ વિભાગની ટીમોએ શંકાસ્પદ ખાદ્ય પદાર્થો બનાવવાનું કૌભાંડ પકડી પાડ્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગરમાં નકલી ઘી બનાવવાની ફેક્ટરી ઝડપાઇ, Rs. 1.37 લાખનો જથ્થો જપ્ત, વેપારીઓમાં ફફડાટ

Bhavnagar Fake Ghee: ભાવનગર શહેરમાં ફૂડ સેફ્ટી અને SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) તેમજ ફૂડ વિભાગે સંયુક્ત રીતે દરોડા પાડીને નકલી ઘી બનાવવાનું એક ગુપ્ત કારખાનું ઝડપી પાડ્યું છે. શહેરના ભગાતળાવ વિસ્તારમાં ચાલતા આ કારખાનામાંથી આશરે Rs. 1.37 લાખની કિંમતનું નકલી ઘી સીઝ કરવામાં આવ્યું છે. પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવેલા આ સંયુક્ત ચેકિંગમાં, પોલીસ અને ફૂડ વિભાગની ટીમોએ શંકાસ્પદ ખાદ્ય પદાર્થો બનાવવાનું કૌભાંડ પકડી પાડ્યું હતું.

14 ડબ્બા અને 210 કિલોગ્રામ ઘી સીઝ

દરોડા દરમિયાન, ટીમે કુલ 14 ઘીના ડબ્બા કબજે કર્યા હતા અને અંદાજે 210 કિલોગ્રામ જેટલો ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. સમગ્ર જથ્થાની બજાર કિંમત આશરે રૂ. 1.37 લાખ આંકવામાં આવી છે.

ફૂડ વિભાગ દ્વારા નકલી ઘીના સેમ્પલ લઈને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બજારમાં આવતા નકલી ખાદ્ય પદાર્થોના વેચાણ પર લગામ કસવાના આ પ્રયાસરૂપ કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.