ધો.10માં ભાવનગર જિલ્લાનું 85.17% વિક્રમજનક પરિણામઃ 1,922ને એ-1 ગ્રેડ
ગત વર્ષના રેકોર્ડબ્રેક પરિણામમાં ૦.૫૬%ના વધારાએ નવો ઈતિહાસ સજર્યો
જિલ્લામાં ૪,૪૪૯ વિદ્યાર્થીઓએ એ-૨ ગ્રેડ મેળવ્યોઃ નોંધાયેલાં ૩૦,૩૯૮માંથી ૨૫,૮૯૧ વિદ્યાર્થી પાસ, માત્ર ૧૨૫ને ડી ગ્રેડ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ગત તા.૨૭ ફેબુ્ર.થી શરૂ થયેલી ધો.૧૦ની બોર્ડ પરીક્ષા ૧૦ માર્ચે પુરી થયાના ૫૮ દિવસના ટૂંકાગાળામાં આજે સવારે ૮ કલાકના ટકોરે પરિણામ જાહેર કરતાં વિદ્યાર્થી અને વાલીઓની ઉત્સુક્તા ખુશીમાં ફેરવાઇ હતી.આજે જાહેર થયેલાં ધો.૧૦ના બોર્ડ પરિણામની સાથે ભાવનગર જિલ્લાના સરેરાશ પરિણામે પણ ગત વર્ષ સુધીના તમામ રેકોર્ડસ તોડી નવો વિક્રમ સર્જ્યો છે.ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે જિલ્લામાં નોંધાયેલાં ૨૬,૮૮૨ પરીક્ષાર્થી સામે ૧,૫૭૫ છાત્રો એ-૧ ગ્રેડ હાંસલ કરવાની સાથે સરેરાશ ૮૪.૬૧% રેકોર્ડબ્રેક અને સૌથી ઉંચું પરિણામ આવ્યું હતું.જેની સરખામણીએ આ વર્ષે ધો.૧૦ની બોર્ડ પરીક્ષાના પરિણામમાં ૦.૫૬%ના વધારા સાથે નોંધાયો છે.આ વર્ષે ભાવનગર શહેર અને જિલ્લામાં નોંધાયેલાં ૩૦,૮૫૦ વિદ્યાર્થીઓની સામે ૩૦,૩૯૮એ પરીક્ષા આપી હતી. જે પૈકી આજે જાહેર થયેલાં પરિણામમાં ૨૫,૮૯૧ વિદ્યાર્થી પાસ થયા છે, તો એ-૧ ગ્રેડમાં ગત વર્ષ કરતા ૩૪૭ વિદ્યાર્થીના વધારા સાથે આ વર્ષે ૧,૯૨૨ વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. જ્યારે આ વર્ષે જિલ્લાનું સરેરાશ પરિણામ ૮૫.૧૭% આવતા નવો જ વિક્રમ સર્જાયો છે. સતત બીજા વર્ષે ભાવનગર જિલ્લો એ-૧ ગ્રેડ મેળવવામાં રાજ્યમાં ત્રીજા ક્રમે રહ્યો છે. ઉપરાંત, આજે જાહેર થયેલાં પરિણામમાં એ-૨ ગ્રેડમાં ૪૪૪૯, બી-૧માં ૫૨૯૩ વિદાયર્થી પાસ થયા હતા. જયારે, બી-૨માં ૧૬૫૭, સી-૧માં ૫૫૯૦, સી-૨માં ૨૩૫૫, ડીમાં ૧૨૫, ઇ-૧માં ૩૦૫૯ અને ઇ-૨માં ૧૪૪૮ વિદ્યાર્થીઓએ ગ્રેડ મેળવ્યો હતો.સવારે પરિણામ જાહેર થતાંની સાથે જ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા પરિવારમાં હર્ષ છવાઈ ગયો હતો. તો, શહેરની મોટાભાગની શાળાઓમા વિદ્યાર્થીઓ પહોંચતા રાસ-ગરબાની રમઝટ બોલી હતી. તો, ઉચ્ચ ગુણાંક મેળવનાર વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા મોં મીઠા કરાવી પરિણામની ઉજવણી કરવામાં આવી હતી.
૩૦%થી ઓછા પરિણામવાળી ચાર શાળા વધી, ૬૦ શાળાનું ૧૦૦% પરિણામ
શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.૧૦નું પરિણામ જાહેર કરાયું છે ત્યારે શિક્ષણની ગુણવત્તાની પણ આ તકે ચકાસણી થાય છે જેમાં દરેક પરિણામ વેળા શાળાઓનું વિભાજન ગત વર્ષની તુલના સાથે નિશ્ચિત ટકાવારી પ્રમાણે થાય છે. જે મુજબ આ વર્ષે ૦% પરિણામવાળી ૪ શાળાના સ્થાને આ વર્ષે પણ એકપણ શાળા ૦% લાવી નથી એ જ રીતે ૩૦%થી ઓછુ પરિણામ મેળવતી ત્રણ શાળામાં પણ આ વર્ષે વધુ ચારનો ઉમેરો થયો છે. એટલે કે, આ વર્ષે કુલ ૭ શાળાનું પરિણામ ૩૦% કરતા ઓછુ રહ્યું છે. સામાપક્ષે બોર્ડે જાહેર કરેલા પરિણામમાં શાળાઓની ટકાવારી મુજબ ૧૦ પરિણામવાળી એક પણ શાળા નથી, ૨૦% વાળી ૧ શાળા, ૩૦% વાળી ૬ શાળા, ૪૦% વાળી ૬ શાળા, ૫૦% વાળી ૧૦ શાળા, ૬૦% વાળી ૧૮ શાળા, ૭૦% વાળી ૩૭ શાળા, ૮૦% વાળી ૫૩ શાળા, ૯૦% વાળી ૭૭ શાળા, ૯૯% વાળી ૧૧૭ શાળા તો ૧૦૦% પરિણામ મેળવતી હોય તેવી ૬૦ શાળાનો સમાવેશ કરાયો છે.
૯૯.૧૧% ભોળાદ કેન્દ્ર રાજ્યમાં બીજા ક્રમે
ભાવનગર: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં કેન્દ્રવાર પણ પરિણામ અપાયું છે. ભાવનગર જિલ્લામાં કુલ ૩૩ કેન્દ્રો પર આ પરીક્ષા યોજાઇ હતી જેમાં સિહોર તાલુકાનું ભોળાદ કેન્દ્ર પરિણામ ૯૯.૧૧% સાથે સમગ્ર રાજ્યમાં કેન્દ્ર દીઠ પરિણામમાં બીજા ક્રમે રહ્યું છે. જ્યારે પ્રથમ ક્રમે ગીર સોમનાથના દીવ કેન્દ્રનું પરિણામ ૯૯.૬૩% નોંધાયું છે. આમ ભોળાદ કેન્દ્ર અંતર્ગત કુલ બે શાળા રાજહંસ વિદ્યાસંકુલ અને નેસડા હાઇસ્કૂલનો સમાવેશ થાય છે. જ્યાં ૧૦માં ધોરણથી જ ડે સ્કૂલ ચલાવી વિદ્યાર્થી તૈયાર કરાય છે. આ સાથે જિલ્લાના ૩૩ કેન્દ્રોની પણ વિદ્યાર્થી સંખ્યા સાથે ટકાવારી બોર્ડ દ્વારા જાહેર કરાઇ છે.
જિલ્લાના કેન્દ્રવાર પરિણામની ટકાવારી |
|||
કેન્દ્ર |
પરીક્ષાર્થી |
ઉતિર્ણ |
ટકાવારી |
કૃષ્ણનગર ભાવ. |
૬૩૬૦ |
૫૭૭૯ |
૯૦.૮૬ |
વલ્લભીપુર |
૫૯૯ |
૪૭૦ |
૭૮.૪૬ |
ઉમરાળા |
૪૭૭ |
૩૭૪ |
૮૭.૪૧ |
વાળુકડ જીજી |
૭૬૪ |
૬૪૭ |
૮૪.૬૯ |
રંઘોળા |
૨૮૩ |
૨૪૯ |
૮૭.૯૯ |
ભુંભલી |
૫૯૦ |
૪૯૮ |
૮૪.૪૧ |
રાજપરા |
૨૮૨ |
૨૪૧ |
૮૫.૪૬ |
ઘોઘા |
૩૪૬ |
૨૯૨ |
૮૪.૩૯ |
બપાડા |
૩૦૦ |
૨૭૮ |
૯૨.૬૭ |
દિહોર |
૩૧૫ |
૨૬૮ |
૮૫.૦૮ |
ટીમાણા |
૭૪૬ |
૭૧૦ |
૯૫.૧૭ |
કોળિયાક |
૨૪૧ |
૧૭૦ |
૭૦.૫૪ |
ભાવનગર વેસ્ટ |
૧૧૧૬ |
૯૦૪ |
૮૧.૦૦ |
પાલિતાણા |
૧૭૬૩ |
૧૩૫૮ |
૭૭.૦૩ |
સિહોર |
૧૧૯૯ |
૧૦૨૮ |
૮૫.૭૪ |
ગારિયાધાર |
૮૪૪ |
૫૯૭ |
૭૦.૭૩ |
ભાવનગર ઇસ્ટ |
૨૪૭૫ |
૨૦૬૪ |
૮૩.૩૯ |
સોનગઢ |
૪૦૪ |
૩૩૬ |
૮૩.૧૭ |
વાળુકડ (પાલિ.) |
૩૯૨ |
૩૩૯ |
૮૬.૪૮ |
મોટી પાણીયાળી |
૨૯૯ |
૨૪૪ |
૮૧.૬૧ |
ટાણા |
૪૯૫ |
૪૧૪ |
૮૩.૮૪ |
સણોસરા |
૨૨૮ |
૧૮૧ |
૭૯.૩૯ |
નોંઘણવદર |
૨૩૬ |
૨૧૯ |
૯૨.૮૦ |
ગુજરડા |
૧૯૦ |
૧૭૩ |
૯૧.૫ |
ભોળાદ |
૧૧૨ |
૧૧૧ |
૯૯.૧૧ |
મહુવા ભાવ. |
૨૮૪૭ |
૨૩૯૭ |
૮૪.૧૯ |
તળાજા |
૧૫૩૬ |
૧૪૦૮ |
૯૧.૬૭ |
સથરા |
૫૯૨ |
૫૦૬ |
૮૫.૪૭ |
બગદાણા |
૮૪૫ |
૭૦૧ |
૮૨.૯૬ |
ઠાડચ |
૫૯૯ |
૫૦૩ |
૮૩.૯૭ |
ઉચડી |
૪૩૩ |
૩૩૨ |
૭૬.૬૭ |
જેસર |
૫૮૩ |
૪૪૪ |
૭૬.૧૬ |
મોટા આસરાણા |
૩૧૨ |
૨૮૭ |
૯૧.૯૮ |
હાજીપર |
૪૭૦ |
૩૭૬ |
૮૦.૦૦ |
તલગાજરડા |
૨૭૪ |
૨૫૩ |
૯૨.૩૪ |
મોટા ખુંટવડા |
૨૨૬ |
૧૫૩ |
૬૭.૭૦ |
કલસાર |
૬૨૫ |
૫૮૬ |
૯૩.૭૬ |
ધો.૧૦માં ૮૭.૭૧% પરિણામ સાથે બોટાદ જિલ્લો રાજ્યમાં ચોથા સ્થાને
બોટાદ જિલ્લાએ પોતાનો જ પાંચ વર્ષનો રેકોર્ડ તોડયો
ગત વર્ષની સરખામણીએ પરિણામમાં ૧.૮૩%નો વધારો ઃ એ-૧ ગ્રેડમાં ૩૬૫ વિદ્યાર્થી ઝળક્યા
આજરોજ જાહેર થયેલ ધો.૧૦ના પરિણામમાં બોટાદ જિલ્લો સતત છેલ્લા પાંચ વર્ષથી નવો વિક્રમ બનાવતો આવ્યો છે. જે પરંપરા જાળવી આ વર્ષે પણ જુના રેકોર્ડ તોડી નવા સિદ્ધીના સોપાનો સર કર્યા છે. ગત વર્ષ જિલ્લામાં નોંધાયેલાં પૈકી ૭,૩૯૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને એ-૧ ગ્રેડમાં ૨૫૨ વિદ્યાર્થી આવ્યા હતા. જેનું સરેરાશ પરિણામ ૮૫.૮૮ % નોંધાયું હતું. જે તમામ આકડામાં આ વર્ષે વધારો નોંધાયે છે. ગત તા. ૨૭ ફેબુ્રઆરીથી શરૂ થયેલી આ બોર્ડ પરીક્ષામાં આ વર્ષે બોટાદ જિલ્લામાં ૮,૫૬૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકીના ૩૬૫ વિદ્યાર્થી એ-૧ ગ્રેડ મેળવવામાં સફળ રહ્યા હતા.તો, એ-૨માં ૧૧૮૯, બી-૧માં ૧૫૯૮, બી-૨માં ૧૮૯૫, સી-૧માં ૧૭૦૫, સી-૨માં ૭૨૯ અને ડીમાં માત્ર ૩૫ વિદ્યાર્થી સાથે કુંલ ૭,૫૧૬ વિદ્યાર્થી પાસ થયા હતા. જ્યારે ગત વર્ષની તુલનાએ ૧.૮૩ %ના વધારા સાથે આ વર્ષે સરેરાશ પરિણામ ૮૭.૭૧% નોંધાયું છે. જ્યારે શાળાઓની વાત કરવામાં આવે તો ૪૦ ટકાવાળી ૧ શાળો ૫૦ ટકાવાળી ૩ શાળા, ૬૦ ટકાવાળી જ શાળા ૭૦ ટકાવાળી ૧૦ શાળા, ૮૦ ટકાવાળી ૨૪ શાળા, ૯૦ ટકાવાળી ૩૬ શાળા અને ૧૦૦ ટકાવાળી શાળામાં ૧૭નો સમાવેશ થાય છે. જ્યારે ગત વર્ષે ૦ ટકાવાળી એક શાળાની પણ આ વર્ષે બાદબાકી થવા પામી છે.
બોટાદના ૧૦ પરીક્ષા કેન્દ્રોમાંથી સાંકરડી કેન્દ્રનું ૯૬.૬૨% પરિણામ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબુ્રઆરીમાં લેવાયેલ ધો.૧૦ની પરીક્ષાનું જિલ્લાવાર અને કેન્દ્ર વાર પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. બોટાદ જિલ્લામાં કુલ ૧૦ પરીક્ષા કેન્દ્રો પર કુલ ૮૫૬૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા સફળતાપૂર્વક આપી હતી. જ્યારે આ ૧૦ કેન્દ્રો પૈકી સાંકરડી કેન્દ્રનું પરીણામ સૌથી વધુ ૯૮.૩૯ ટકા નોંધાયું હતું. સાથે અન્ય કેન્દ્રોના પણ પરિણામ જાહેર થવા પામ્યા હતા.
બરવાળા |
૫૭૮ |
૪૬૩ |
૮૦.૧૦% |
રાણપુર |
૯૮૧ |
૮૪૬ |
૮૬.૨૪% |
બોટાદ |
૨૭૨૮ |
૨૪૪૫ |
૮૯.૬૩% |
ગઢડા |
૬૭૪ |
૫૨૪ |
૭૭.૭૪% |
ઢસા
ગામ |
૫૨૦ |
૪૪૮ |
૮૬.૧૫% |
લાઠીદડ |
૯૪૩ |
૮૮૨ |
૯૩.૫૩% |
ઉગામેડી |
૪૦૦ |
૩૧૧ |
૭૭.૭૫% |
તરઘરા |
૮૧૬ |
૭૩૧ |
૮૯.૫૮% |
ટાટમ |
૪૩૧ |
૩૭૬ |
૮૭.૨૪% |
સાંકરડી |
૪૯૮ |
૪૯૦ |
૯૮.૩૯% |