Gujarat
અપહરણ પ્રકરણમાં ભાવનગર જિલ્લા પંચાયતના ડીએસઆઈને સસ્પેન્ડ કરાયા
By GS TEAM
12 Aug 20251 min read

- ચોટીલાની ગાયનેક હોસ્પિટલના સંચાલકના
- ગર્ભ પરિક્ષણ થતું હોવાનો વીડિયો બનાવી 40 લાખ પડાવવા પ્રયાસ કર્યાની ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ સહિતના ઝડપાયા હતા
ભાવનગર : ચોટીલાની હોસ્પિટલમાં ગર્ભ પરિક્ષણ થતું હોવાનો આક્ષેપ કરી નકલી એસઓજીના કર્મચારી હોવાનું તરકટ રચી ગાયનેક હોસ્પિટલના સંચાલકના અપહરણ પ્રકરણમાં ભાવનગર જિલ્લા પંચાયતના ડિસ્ટ્રીક્ટ સેનેટરી ઈન્સ્પેક્ટર (ડીએસઆઈ)ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
જાણવા મળતી વિગત અનુસાર ચોટીલા-રાજકોટ રોડ પર આવેલી ચેષ્ટા હોસ્પિટલમાં ગર્ભ પરિક્ષણ થતું હોવાનો આક્ષેપ કરી નકલી એસઓજીના કર્મચારી હોવાનું તરકટ રચી વીડિયો બનાવી રૂા. ૪૦ લાખ પડાવી લેવા ગાયનેક હોસ્પિટલના સંચાલકના સંચાલકનું અપહરણ કરવાના પ્રકરણમાં ચોટીલા પોલીસે ડીએસઆઈ અને ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજિતસિંહ મોરી સહિતનાને ઝડપી લીધા હતા.
દરમિયાનમાં, આ બનાવને લઈને જિલ્લા વિકાસ અધિકારીએ રણજિતસિંહ મોરીને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.








