ભાવનગર પોલીસ છાવણીમાં ફેરવાયું,પોલીસ અધિકારીઓને બંદોબસ્તની ફાળવણી કરાઈ
- રોડશોના રૂટ પર કડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ
- ધાબા પોઇન્ટ અને સભા સ્થળે સજ્જડ બંદોબસ્ત
ભાવનગરમાં પીએમ શનિવારે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે તેવામાં પોલીસતંત્ર દ્વારા તેમને સુરક્ષા પ્રદાન કરવા માટે સંપૂર્ણપણે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે ૪ હજાર થી વધારે પોલીસ કર્મચારીઓને પોતપોતાની જવાબદારી આપી દેવામાં આવી છે અને પોતપોતાના પોઇન્ટ પોલીસ કર્મચારીઓ દ્વારા સંભાળી લેવામાં આવ્યા છે. થ્રી લેયર અને સેક્ટરમાં ગોઠવવામાં આવેલી પીએમની સુરક્ષા માટે પોલીસ કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓને પોત પોતાની જવાબદારી સોંપી દેવામાં આવી છે ત્યારે પોલીસ કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓ પોતાના પોઇન્ટ પર ગોઠવાઈ ગયા છે અને શહેરમાં આવેલા ઊંચા અને મોટા બિલ્ડીંગો પર ધાબા પોઇન્ટ, સર્કલ અને રોડ હોના રૂટ પર સંપૂર્ણપણે સુરક્ષા વ્યવસ્થા ના પોઇન્ટ ની ફાળવણી કરી દેવામાં આવી છે. પોલીસ કર્મચારીઓએ પોતાના પોઇન્ટ સંભાળેલી લીધા છે અને ભાવનગર સંપૂર્ણપણે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે.