ભાવનગર-બાન્દ્રા વીકલી ટ્રેન 25 મી ડિસેમ્બર સુધી દોડાવાશે
- ભાવનગરથી દર ગુરૂવારે અને મુંબઈથી શુક્રવારે ઉપડતી
- ટિકિટ બુકિંગનો આજથી પ્રારંભ થશે
ભાવનગરના સિનિયર ડીસીએમ અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, બાન્દ્રા ટમનસ-ભાવનગર ટ્રેન (નંબર ૦૯૨૦૭) જેને અગાઉ ૧૫ આગસ્ટ સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, હવે તેને ૨૬ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી લંબાવી દેવામાં આવી છે. આ ટ્રેન બાન્દ્રા ટમનસ સ્ટેશનથી દર શુક્રવારે સવારે ૦૯.૩૦ કલાકે પ્રસ્થાન કરે છે અને તે જ દિવસે રાત્રે ૨૩.૪૫ કલાકે ભાવનગર ટમનસ પહોંચે છે. તે જ રીતે, ભાવનગર ટમનસ-બાન્દ્રા ટમનસ ટ્રેન (નંબર ૦૯૨૦૮) જેને અગાઉ ૧૪ આગસ્ટ સુધી જાહેર કરાઈ હતી, હવે તેને ૨૫ ડિસેમ્બર સુધી લંબાવાઈ છે. આ ટ્રેન ભાવનગર ટમનસ સ્ટેશનથી દર ગુરુવારે બપોરે ૧૪.૫૦ કલાકે પ્રસ્થાન કરે છે અને બીજા દિવસે સવારે ૦૬.૦૦ કલાકે બાન્દ્રા ટમનસ પહોંચે છે.
ટ્રેનનું બુકિંગ ૨૦ આગસ્ટને બુધવારથી તમામ પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઈટ પર શરૂ થશે.